અમદાવાદ : સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન પણ છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. મહિલા પોલિસના સકંજામાં મહિલા શિક્ષિકા આવી છે, જેની ઉંમર 46 વર્ષ છે. આ મહિલા શિક્ષિકા આરોપીની એક ભૂલના કારણે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.આ મહિલા શિક્ષિકાએ એક અઠવાડિયા પહેલા વોટ્સએપ સ્ટેટ્સમાં ચોક્કસ ધર્મને લઈને લાગણી દુભાય તે પ્રકારે એક વિવાદિત વિડિઓ વોટ્સએપ સ્ટેટ્સમાં મુક્યો હતો. આ વિડિયોના કારણે જ આજે એક શિક્ષિકાને ગુનેગાર તરીકે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સુભાષબ્રીજ પાસે રહેતા મહિલા આમતો શિક્ષણ જગતના નિષ્ણાંત છે. સમાજમાં સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરાવે છે. તેઓ ઘણી ખાનગી ઈન્ટરનેશનલ સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.પરંતુ સોશિયલ મીડિયાની ઘેલછામાં આવી એક નાની ભૂલે આ મહિલા શિક્ષિકાને કાયદાનો પાઠ ભણાવી દીધો છે. જે પોસ્ટ ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ હોવાથી અમદાવાદના એક વેપારીએ અમદાવાદ સાયબર ક્રાઇમ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે મહિલા શિક્ષીકા વિરુદ્ધ પુરાવા એકત્ર કરી ધરપકડ કરી છે.