Monday, March 2, 2026

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર : 7 તબક્કામાં મતદાન, ગુજરાતમાં ક્યારે થશે મતદાન થશે, અહીં જાણી લો તમામ વિગતો

spot_img
Share

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ-કોન્ફરન્સ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે.અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.

લોકસભા ચૂંટણીમાં કુલ સાત તબક્કામાંથી ગુજરાતમાં 26 બેઠકો પર 7મીમેએ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. તેના માટેનું નામાંકન ત્રીજી મે સુધીમાં થશે. ગુજરાતમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે, 20 એપ્રિલે ફોર્મની ચકાસણી થશે અને પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ છે. ગુજરાત સહિતની તમામ બેઠકો પર પરિણામ ચાર જૂનના રોજ જાહેર થશે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી
નોટિફિકેશન જાહેર થશે 12 એપ્રિલ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ
ફોર્મ ચકાસણી 20 એપ્રિલ
ફોર્મ પરત ખેંચવાની તારીખ 22 એપ્રિલ
મતદાન 7મે
મતગણતરી 4 જૂન

 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં પ્રથમ વખત 1.8 કરોડ મતદારો મતદાન કરશે. 100 વર્ષથી વધુ ઉંમરના 2.18 લાખ મતદારો છે. 18 થી 29 વર્ષની વયજૂથમાં 21.5 કરોડ યુવા મતદારો છે. દેશના 12 રાજ્યોમાં પુરૂષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે. 48,000 ટ્રાન્સજેન્ડર મતદારો છે. જેમાં 49 કરોડ પુરૂષ અને 48 કરોડ મહિલા મતદારો છે.

લોકસભાની સાથે જ 4 રાજ્ય – આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ આજે જાહેર કરવામાં આવી. ચૂંટણીપંચે લોકસભા અને ચાર વિધાનસભા ચૂંટણી માટે 3.4 લાખ કેન્દ્રીય દળોની માગણી કરી છે. આયોગ 97 કરોડ મતદારો માટે દેશભરમાં લગભગ 12.5 લાખ મતદાન મથકો બનાવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...