અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હદમાં આવેલ સેટેલાઇટ સેન્ટર ખાતે આવેલ એક ફ્લેટમાંથી 7 યુવાનોને દારૂની મહેફિલ માણતાં વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે વસ્ત્રાપુરમા સેટેલાઈટ સેન્ટરમા દારૂની મહેફીલ ચાલી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ વસ્ત્રાપુર પોલીસે બાતમીને આધારે રેડ કરતા છ યુવાનો દારૂની મહેફીલ કરતા રંગે હાથે ઝડપાયા છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હદમાં આવેલ સેટેલાઇટ સેન્ટર ખાતે આવેલ એક ફ્લેટમાં પોલીસે રેડ કરતા મયુર પવાર, વિશાલ સુર્યવંશી, અમરનાશ જેશવાલ, કાંતીભાઈ ઠાકોર, મહેશ ભરવાડ અને પ્રદિપસિંહ સોલંકીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ યુવાનો મિત્રો મોજશોખ કરવા માટે તેઓ એક મિત્રના ઘરે દારૂની મહેફીલનુ આયોજન કર્યુ હતુ.
પોલીસે રેડ કરીને તેઓને દારૂ સાથે રંગે હાથે ઝડપી લીધા હતા. પોલીસે આ દારૂ કયાંથી લાવ્યા હતા અને કોને મહેફીલનુ આયોજન કર્યુ હતુ. તે મુદ્દે વધુ પુછપરછ શરૂ કરી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતા પણ દારૂની રેલમછેલની ઘટના છાશવારે જોવા મળી રહી છે. .