અમદાવાદ : આજે હોલિકા દહનનો પાવન પર્વ છે.આમ તો હોળીના તહેવારને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક માનવામાં આવે છે. આ સિવાય પણ હોળીનું જ્યોતિષની દ્રષ્ટીએ ઘણું મહત્વ છે. આ દિવસે લોકો મનમૂકીને દાન પુણ્ય કરે છે. હિન્દુ ધર્મમાં હોળી અને ધુળેટીના તહેવારનું વિશેષ મહત્વ છે. ધુળેટીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે.
ફાગણ મહિનાના પૂનમની તિથિ પર હોલિકા દહન કરાય છે. ત્યારે હોલિકા દહન ભદ્રા રહિત પ્રદોષયુક્ત પૂનમ દરમિયાન હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ આજે ભદ્રાની છાયા છે ત્યારે રાત્રીના 11.13 મિનિટથી 12.20 મિનિટ સુધી શુદ્ધ સમય દરમિયાન હોલિકા કરશો તો ઘણો લાભ મળશે.તો આ ઉપરાંત વિષ્ટિના પૂંછ ભાગમાં પણ હોલિકા દહન થઈ શકે છે જે મુજબ સાંજે 6.40 મિનિટથી 7.50 દરમિયાન હોલિકા દહન કરી શકાશે.
હોલિકા દહન 2024નું શુભ મુહૂર્ત
ભદ્રા કાળ દરમિયાન હોલિકા દહન કરવું શુભ માનવામાં આવતું નથી.
હોલિકા દહન 2024ની સાંજે ભદ્રા છે.
ભદ્રા કાળ 24મી માર્ચે રાત્રે 11.13 વાગ્યા સુધી ચાલશે.
હોલિકા દહનનો શ્રેષ્ઠ સમય બપોરે 11:14 થી 12:20 સુધીનો રહેશે.
હોલિકા દહનના બીજા દિવસે, હોળીની રાખને ઘરે લાવો, તેમાં સરસવના દાણા અને આખું મીઠું મિક્સ કરો અને તેને એક વાસણમાં રાખો. આ વાસણને ઘરમાં સુરક્ષિત જગ્યાએ રાખો. આ ઉપાયથી વ્યક્તિ ખરાબ નજર અને ખરાબ સમયમાંથી મુક્તિ મેળવી શકે છે. પૈસાની તંગી દૂર થાય છે.
કુંડળીના નવ ગ્રહોના દોષોને દૂર કરવા માટે હોળીની ભસ્મ શિવલિંગ પર ચઢાવવી જોઈએ. તમે ઈચ્છો તો આ રાખને સ્વચ્છ પાણીમાં મિક્સ કરીને શિવલિંગને અર્પણ કરી શકો છો.