અમદાવાદ : અમદાવાદમાં પકવાન ચાર રસ્તા નજીક કાર ચાલક દ્વારા TRB જવાન પર કાર ચડાવી દેવાનો પ્રયત્ન કરતો વીડિયો સામે આવ્યો હતો. આ મામલે ફરાર થયેલા કાર માલિક વિરુધ્ધ ગુનો નોંધી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે.
જો ઘટના અંગે વાત કરીએ તો TRB જવાન ક્રિપાલસિંહ જાડેજા એસજી હાઇવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 28 એપ્રિલના રોજ પકવાન ચાર રસ્તા ફરજ પર હાજર હતા. આ દરમિયાન ક્રેટા કાર ગાડી રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે કારચાલક ગાડી આ TRB જવાન ઉપર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં TRB જવાનની ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં ક્રેટા કારના ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી દેવાંગ ચોટલીયા સિવિલ એન્જિનિયર છે. પોલીસથી બચવા ગાડી ભગાવી હોવાનું પોલીસ સમક્ષ કબૂલી રહ્યો છે. હાલમાં વસ્ત્રાપુર પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.