અમદાવાદ : આજે ગુજરાત સહિત દેશભરમાં હોલિકા દહન કરીને તહેવારની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. આ મહત્વના પર્વ પર CM ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં હાજર રહીને હોલિકા દહનમાં હાજરી આપી હતી. સરખેજ હાઈવે પર સોલા બ્રિજ પાસે આવેલી ઝાયડસ હોસ્પિટલ પાસે આવેલા ગુલમોહર પાર્ટી પ્લોટ પાસે હોળીની પૂજા-અર્ચના કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ CM ભૂપેન્દ્ર પટેલે હોળી દહનમાં ઉપસ્થિત રહીને પૂજા-અર્ચના બાદ સૌ કોઈને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી છે. ભૂપેન્દ્ર પટેલે હોળી દહન બાદ જણાવ્યું કે, મેં આજે હોળીકાના દર્શન કર્યા છે. સૌને સુખ-સમૃદ્ધી પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરું છું. આ સાથે તેમણે કહ્યું કે, વડાપ્રધાન પણ દેશના વિકાસ માટે જે કાર્ય કરી રહ્યા છે તેમાં તેઓ વધુ માં વધુ સફળ થાય તેવી પણ પ્રાર્થના કરી છે.
આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,ચૂંટણીનું મેદાન હોય કે અન્ય કોઈ સત્યનો વિજય થાય જ છે. એટલે અમે આજે 400 (બેઠકો) પાર કરવાના છીએ.