અમદાવાદ : માનવોમાંથી માનવતા ગાયબ થઈ રહી છે. ખાસ કરીને અબોલ જીવ સાથે તે ક્રુરતાભરી રમત રમે છે. અમદાવાદમાં હવે માણસો સંવેદનાવિહીન બની રહ્યા હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. તેમાં પણ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા તો હદ વટાવી રહી છે. અમદાવાદનો એક આંખો વિસ્ફારિત કરી દેતો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં કારચાલક મૃત શ્વાનને ગાડીની પાછળ બાંધીને ઢસેડી લઈ જઈ રહ્યો છે.
આ વીડિયો જોઈને તમને અરેરાટી થઈ જશે.એક જાગૃત નાગરિકે આ વીડિયો પોતાના ટ્વિટર(X) એકાઉન્ટ પર શેર કર્યો છે. કારચાલક કાર હંકારતો જોઈ શકાય છે અને તેની પાછળ એક મૃત્યુ પામેલો શ્વાન દોરીથી બાંધેલો છે. કારચાલક આ મૃત શ્વાનને દોરીથી ઢસેડીને લઈ જઈ રહ્યો છે. આ દ્રશ્યો ભલભલાને હચમચાવી દે તેવા છે. દુખની વાત એ છે કે, આ વીડિયો ગુજરાતનો છે.
अहमदाबाद में इंसानियत भूल गया शख्स…
मरे हुए #Dog को इस तरह गाड़ी से बांध घसीटकर ले जाना कितना उचित है?
Shame 😡#Ahmedabad @PetaIndia pic.twitter.com/3CZAf2DbPq
— Kaushik Kanthecha (@Kaushikdd) June 22, 2024
જાગૃત નાગરિકએ વીડિયો શેર કરીને લખ્યું છે કે, અમદાવાદમાં માણસાઈ ભૂલો ગયો શખ્સ, મૃત શ્વાનને આ રીતે ગાડીથી બાંધીને ઢસેડીને લઈ જવુ કેટલુ યોગ્ય છે? Shame.
ત્યારે જાગૃત નાગરિકના આ વીડિયોની નોંધ પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા પેટા ઈન્ડિયાએ પણ લીધી. પેટા ઈન્ડિયાયે ટ્વિટર પર જવાબમાં કહ્યું કે, કૃપા કરીન અમારા ઈમરજન્સી નંબર 98201 22602 પર ફોન કરીને અમને આ ઘટનાની વિસ્તૃત માહિતી આપો. અથવા તમારા સંપર્કની માહિતી આપો, જેથી અમે તમને સંપર્ક કરી શકીએ.
આ વીડિયો બહુ જ ડરામણો છે. કોઈ કેવી રીતે આવું કરી શકે. આ વીડિયોના ટ્વિટર પર પ્રતિસાદ મળ્યા છે. જેમાં લોકોએ કારચાલક સામે રોષ દાખવ્યો છે. એક યુઝરે લખ્યું કે, આને પણ આજ રીતે બાંધ્યો હોય તો પીડા નો અનુભવ આવે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, મૃત કૂતરાને કાર સાથે બાંધીને જોવું ખૂબ જ દુઃખદ છે. આ ક્રૂર કૃત્ય માટે જવાબદાર ગુનેગાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.