13.5 C
Gujarat
Thursday, December 12, 2024

અમદાવાદના આ વિસ્તારમાં એક ટ્રેલર અને ટુ-વ્હિલર વચ્ચે અકસ્માત, એક્ટિવા ચાલક યુવતીનું મોત

Share

અમદાવાદ : અમદાવાદમાં આખરે ક્યારે અકસ્માતોનો અંત આવશે? છાસવારે કોઈ અકસ્માત થાય છે અને તેમાં નિર્દોષનો જીવ જાય છે. આખરે કેમ આવા વાહન ચાલકો સામે કોઈ આકરા પગલા લેવામાં નથી આવતા? કે જેના કારણે માસુમોના અકાળે જીવ જાય છે. અકસ્માતોની ભરમાર વચ્ચે ફરી એકવાર શહેરના ઓઢવ રિંગ રોડ પાસે ટ્રેલર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલક યુવતીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નિકોલના ઉત્તમનગર વિસ્તારમાં રહેતી અને લેબ ટેકનીશીયન તરીકે કામ કરતી માનસી સગર નામની યુવતી સાંજે ઓફિસથી પોતાનું કામકાજ પતાવી ઘરે પરત ફરી રહી હતી.ત્યારે ઓઢવ રિંગ રોડ પાસે કાળનો કોળિયો બની હતી.ઓઢવ રિંગ રોડ પર ગુરૂવારે મોડી સાંજે ટ્રેલર અને ટુ-વ્હિલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલક યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ જે યુવતીનું મોત થયું છે તે માનસી સગરની 21 તારીકે સગાઈ થવાની હતી. ઘણા સમયથી પ્રેમલગ્ન માટે પોતાના પરિવારને મનાવી રહીં હતી. આખરે ઘણા સમય બાદ તેનો પરિવાર પ્રેમલગ્ન માટે માની ગયો પરંતુ માનસીને ક્યા ખબર હતી કે, તેને આમ પોતાના ભાવી ભરથાર સાથે સગાઈ કર્યા પહેલા અકાળે મોતને ભેટવું પડશે? તેણે તો પોતાના નવા જીવનના અભરખા સેવી રાખ્યા હતા. પણ કદાચ કુદરતને પસંદ નહીં હોય! આખરે કેમ દર વખતે આવા વાહન ચાલકોના પાપે નિર્દોષ લોકોના મોત થતા રહેશે? આમાં કોઈ આકરા પગલા લેવાશે કે કેમ? આખરે હજૂ કેટલા જીવ આ રીતે અકાળે જશે?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles