અમદાવાદ : આ વખતે ગુજરાતમાં 5મી ઓગસ્ટથી શ્રાવણ શરૂ થઈ રહ્યો છે. જો તમે પવિત્ર શ્રાવણ મહિનામાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગતા હો તો IRCTCનું શ્રાવણ સ્પેશિયલ ટૂર પેકેજ તમારા માટે બેસ્ટ છે. આ પેકેજમાં તમને એકસાથે 7 જ્યોતિર્લિંગ જો વાનો મોકો મળશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ IRCTCના આ ટૂર પેકેજનું નામ 7 જ્યોતિર્લિંગ યાત્રા શ્રાવણ સ્પેશિયલ છે. IRCTCના આ ટૂર પેકેજને બુક કરવા માટે તમારે 20,900 રૂપિયા ખર્ચવા પડશે. જો કે પેકેજ મુજબ કિંમત બદલાય છે. જો તમે સ્લીપર કોચ માટે પેકેજ બુક કરો છો, તો તમારે 20,900 રૂપિયા ખર્ચવા પડશે. જો તમે થર્ડ AC ટિકિટ બુક કરો છો તો તેની કિંમત 34,500 રૂપિયા થશે. જ્યારે 2AC ટિકિટ બુક કરવા માટે તમારે 48,900 રૂપિયા ચૂકવવા પડશે.
IRCTCના આ ટૂર પેકેજમાં પ્રવાસ 9 રાત અને 10 દિવસનો રહેશે. IRCTCના આ ટૂર પેકેજમાં તમને નાસ્તો, લંચ અને ડિનર આપવામાં આવશે. આ પેકેજમાં તમને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ મળશે.પવિત્ર શ્રાવણમહિનામાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગતા હો તો IRCTCનું શ્રાવણ સ્પેશિયલ ટૂર પેકેજ તમારા માટે બેસ્ટ છે.
ક્યાં ફરવા મળશે?
મહાકાલેશ્વર
ઓમકારેશ્વર
ત્રિમકેશ્વર
ભીમેશ્વર
ગૃહનેશ્વર
પારિલ બાજીનાથ
મલ્લિકાઅર્જુન જ્યોતિર્લિંગ