અમદાવાદ : અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં સતત 18 વર્ષથી નહેરુનગર પાસે ‘અમદાવાદના રાજા’ સાર્વજનિક ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. નહેરુનગર પાસે સહજાનંદ કોલેજ પાસે સતત 7 દિવસ સુધી એક વિશાલ પંડાલમાં ‘અમદાવાદના રાજા’ બિરાજમાન રહેશે. સાતમા દિવસ બાદ 13 સપ્ટેમ્બરે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.
‘અમદાવાદના રાજા’ પંડાલના આયોજક આનંદ દોશીના કહેવા પ્રમાણે અમદાવાદના પશ્ચિમમાં નારણપુરા, સોલા ઘણી બધી જગ્યાએ બાપ્પાની સ્થાપના થાય છે ગણપતિ બાપા આમ જોઈએ તો બધે એકસરખા જ છે અને એવું હોય તો આવતા વર્ષે આપણે ગણપતિ બાપાની સ્થાપના કરીશું જે ‘લાલ બાગચા રાજા’ જેવા હોય.” અહીં સતત 18 વર્ષથી ‘લાલ બાગચા રાજા’ જેવા લુક વાળા 7 ફૂટના ‘અમદાવાદ કા રાજા’ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે.સાતમા દિવસ બાદ 13 સપ્ટેમ્બરે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.
અત્યાર સુધી ‘અમદાવાદના રાજા’ને હાથી પર બેસાડીને શોભાયાત્રા યોજવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે અલગ રીતે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે વિન્ટેજ કારમાં બેસાડીને ‘અમદાવાદના રાજા’ની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સારા મુહૂર્તમાં ગણેશજીની વિધિવત સ્થાપના કરવામાં આવી. જે બાદ આરતી ઉતારીને અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પંડાલના આયોજક આનંદ દોશીના કહેવા પ્રમાણે ‘અમદાવાદના કા રાજા’ના દર્શને આવતા અનેક લોકોની માનતા પૂરી થઈ છે. દર્શન કરીને લોકો શ્રીફળ અને મનોકામના પ્રમાણે દાદાને વસ્ત્ર કે પછી મીઠાઈ લઈને આવે ત્યારે ખબર પડે કે લોકોએ અહીં બાળકની માનતા માટે કે ધન ધાન્ય સુખ સમૃદ્ધિ માટે માનતા માની હતી જે પૂરી થઈ. આવતા વર્ષે જ્યારે બાપ્પા આવે ત્યારે લોકો માનતા પૂરી કરવા માટે આવતા હોય છે.