અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ ભાજપનું શાસન છે. અને વિપક્ષના નેતા તરીકે છેલ્લા ચાર વર્ષથી દાણીલીમડા વોર્ડના યુવા કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ છે. છેલ્લા ત્રણ વર્ષથી મનપાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ હતા. આગામી એક વર્ષ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવવામાં મુદ્દો ચર્ચાયો હતો. જેને લઈને આજે કોંગ્રેસ પક્ષ દ્વારા પક્ષના નેતા તરીકે ચૂંટણી યોજાઈ હતી.
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ તેમજ પૂર્વ રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકની હાજરીમાં ચૂંટણી યોજાઈ હતી. વિપક્ષ નેતાની ચૂંટણીમાં કોંગ્રેસના 23 પૈકી 18 લોકો મતદાન પ્રક્રિયામાં જોડાયા હતા.શહેઝાદ ખાન પઠાણના સમર્થનમાં તમામ મત પડ્યા.તમામ 18 કોર્પોરેટરોએ શહેઝાદ ખાન પઠાણને મત આપ્યો. કોંગ્રેસના 5 કોર્પોરેટરોએ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર પણ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણની ફરી વરણી કરવામાં આવી. સતત બીજી વખત વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા છે. કોંગ્રેસ ચૂંટણી પંચના સભ્યોએ કરી પરિણામની જાહેરાત કરી છે.મહત્વનું છે કે રાજશ્રી કેસર, નિરવ બક્ષી, કામીની ઝા, માધુરી કલાપી, કમળાબેન ચાવડાએ મતદાન ન કર્યું. ચૂંટણીમાં શહેઝાદ ખાન પઠાણ અને નિરવ બક્ષીના જૂથે દાવેદારી કરી હતી.