અમદાવાદ : શહેરમાં ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળવાનો ક્રમ યથાવત છે. અત્યાર સુધી રેસ્ટોરન્ટના ફૂડમાંથી જીવાત નીકળતી હતી, જો કે હવે મોંઘીદાટ અમદાવાદની 5 સ્ટાર હોટલ ITC નર્મદાના ફૂડમાંથી જીવાત નીકળતા હોબાળો મચી ગયો હતો.મોંઘીદાટ હોટેલ હયાત, હોટેલ પ્રાઈડ પ્લાઝા બાદ હવે વસ્ત્રાપુરમાં આવેલી હોટેલ ITC નર્મદાના ફૂડમાંથી જીવાત નીકળી છે. આ બાબતે કોર્પોરેશનમાં ગ્રાહકે ફરિયાદ કરતા તેમની ટીમ હોટલમાં પહોચી હતી અને તપાસ કરતા આ સમગ્ર માહિતી સાચી ઠરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની ITC નર્મદા હોટલનામાંથી મગાવેલા સાંભરમાંથી જીવાત નીકળી છે. ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયો વાયરલ થતાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. ફૂડમાંથી જીવાતના પૂરાવાઓ મળતા કોર્પોરેશનની ટીમ દ્વારા 5 સ્ટાર હોટલ ITC નર્મદા પર કાર્યવાહી કરી છે.ત્યારબાદ આરોગ્ય વિભાગે ITC નર્મદા હોટલના એડમીનને 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે.તમને જણાવી દઈએ કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓ પણ આ ITC નર્મદા હોટલમાં જ રોકાતા હોય છે.