29.6 C
Gujarat
Sunday, August 3, 2025

નવરંગપુરામાં જૂના ઘરઘાટીએ અંગત અદાવત રાખી ડોક્ટરના બંગલોમાં કરી ચોરી, પોલીસે કરી ધરપકડ

Share

અમદાવાદ : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ડોક્ટરના બંગલોમાં થયેલ સામાન્ય ઝઘડો ચોરીનીનું કારણ બન્યું! પાંચ વર્ષ પહેલાં થયેલા ઝઘડાની અદાવત રાખી બંગલોમાં ઘરઘાટી તરીકે કામ કરતા આરોપીએ ચોરી ઘટનાને અંજામ આપ્યો. આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. તેના આધારે ઝોન-1 LCB ની ટીમે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. રસપ્રદ બાબત એ છે કે, બંને આરોપી મૂળ રાજસ્થાનના ડુંગરપુરના છે, કે જેઓ ડુંગરપુર બસ સ્ટેન્ડ પાસેથી બાઈક ચોરી કરી ચોરી કરવા અમદાવાદ આવ્યા અને ચોરી કર્યા બાદ બાઈક પર ડુંગરપુર પરત ગયા. જોકે ઝોન -1 LCB એ 48 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરંગપુરા વિસ્તાર પાસે આવેલ મુસ્લિમ સોસાયટી નજીક આનંદ બંગ્લોમાં ચોરીની ઘટના બની હતી. જે મામલે ફરિયાદી મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અમદાવાદની ખાનગી શાળામાં વાઈસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના પતિ ડોક્ટર છે અને ખાનગી ક્લિનિક ધરાવે છે. 24 તારીખે સવારે 10થી 12:00 વાગ્યાના અરસામાં બે શખ્સોએ બંગ્લોમાં રોકડ રકમ સોના-ચાંદીના દાગીના અને રિવોલ્વર સહિત રૂ. 1,72,000 ચોરી કરી હતી. બંગ્લોના પાછલના દરવાજાથી નકલી ચાવી વડે દરવાજો ખોલી ઘરમાં પ્રવેશી ચોરી થઈ હતી. શરૂઆતમાં ચોરી કરનાર કોણ હતું તે અંગે સ્પષ્ટતા ન હતી. જેથી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ હતી.

જોકે, બાદમાં પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ના આધારે તપાસ કરતા હકીકત સામે આવી કે ચોરી કરનાર બીજું કોઈ નહીં પરંતુ, 5 વર્ષ પહેલા આ જ બંગલોમાં ઘરઘાટી તરીકે કામ કરતો બાબુ લાલ કટારા હતો. જે પાંચ વર્ષ પહેલાં આ બંગ્લોમાં ઘરઘાટી તરીકે કામ કરતો હતો પરંતુ, બંગલોના માલિક ડોક્ટર સાથે ઘરઘાટી બાબુલાલ કટારાને પેટ્રોલ પુરાવા બાબતે બબાલ થઈ હતી અને ઝઘડો થયો, જે બાદ ઘરઘાટી તરીકે હાંકી કાઢવામાં આવ્યો.જેથી આ ઝઘડાની અદાવત રાખીને ઘરઘાટી બાબુલાલ કટારાએ ડોક્ટરના ઘરમાં જ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.

પોતે આ બંગલોમાં કામ કરતો હોવાના કારણે ડોક્ટર અને તેની પત્નીની મુવમેન્ટ અને ઘરની ભૌગોલિક સ્થિતિ વાકેફ હતો. દિવસ દરમિયાન બાર 12 અરસામાં બાંગ્લામાં ઘરે કોઈ હોતું નથી જે ઘરઘાટી સારી રીતે જાણતો હતો. જેથી તેને આ જ બંગ્લોમાં દૂધ આપવા આવતા જીતેન્દ્ર બરંડા નામના વ્યક્તિ સાથે ચોરીનો પ્લાન બનાવ્યો. બંને આરોપી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી અને મિત્રો છે. જીતેન્દ્ર બરંડા નામના આરોપીને પૈસાની જરૂર હોવાથી ચોરીની ઘટનામાં જોડાયો અને ચોરી કરી. પોલીસે બંને આરોપી પાસેથી 1.54 લાખ અને રિવોલ્વર જપ્ત કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles