અમદાવાદ : શહેરના ચાણક્યપુરીમાં ગત રાત્રિએ અસામાજિક તત્વો બેફામ બનીને આતંક મચાવ્યો હતો. નોંધનીય છે કે, શિવમ આર્કેડમાં દારૂ પીધેલ હાલતમાં શખ્સે આતંક મચાવ્યો હતો. શખ્સ નશામાં હોવાથી સ્થાનિકોએ પકડતા હોબાળો મચાવ્યો હતો. શિવમ આર્કેડમાં અસામાજિક તત્વો ઘમાલ મચાવતા સિક્યુરિટીએ રોકતા બબાલ કરી હતી અને હુમલો કર્યો હતો. અહીં 20 થી 25 લોકોના ટોળાએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. અત્યારે પોલીસ દ્વારા તે આરોપીઓ સામે ગુનો દાખલ કરી 5 લોકોંની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ચાણક્યપૂરીમાં મોડી રાત્રે શિવમ આર્કેડમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. ખુલ્લેઆમ 20થી 25 લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો. નોંધનીય છે કે, તે ઘટનાને લઇ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તલવાર અને ઘાતક હથિયારો વડે તોડફોડ કરી હતી. જેથી આ સમગ્ર મામલે ફ્લેટના ચેરમેને પોલીસ ફરીયાદ નોંધાવી છે.11 જેટલા ઇસમો સામે આ બનાવમાં હત્યાની કોશિશ, રાયોટિંગ, તોડફોડની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 4 લોકો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ તેની તપાસ સોલા પોલીસ ચલાવી રહી છ અને 5 લોકોંની ધરપકડ કરવામાં આવી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી અને વીડિયો પણ સામે આવ્યા છે.
તમને જણાવી દઈએ કે શિવમ આર્કેડમાં ફ્લેટમાં દારૂની મહેફીલ માણયા બાદ અસમાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. દારૂ પીધેલા શખ્સોને સિક્યુરિટીએ રોકતા બબાલ કરી હતી. આ શખ્સોને સિક્યુરિટી અને ફલેટના કમિટી મેમ્બરોએ રોકતા મામલો બિચક્યો હતો. શિવમ આર્કેડમાં નશો કરેલા શખ્સોને રોકતા આ શખ્સોએ અન્ય વ્યક્તિઓને ફોન કરી બોલાવ્યા હતા. થોડા જ સમયમાં 25-30 શખ્સો તલવાર અને દંડા વડે ફ્લેટ પર આવી હુમલો કર્યો. ત્યારે બાદ અહીં લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં અસામાજિક તત્ત્વોને જાણે પોલીસનો કોઇ ડર રહ્યો ના હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ-હત્યા-અસામાજિક તત્ત્વોનો આતંક જેવી અનેક ઘટનાઓ સામે આવી છે. અમદાવાદમાં ખાડિયામાં લૂંટ, આનંદનગર કર્ણાવતી ક્લબ પાસે લૂંટ જેવી ઘટનાઓ બની છે. ખાડિયામાં જ્વેલર્સને ત્યા જુલાઇમાં બનેલી લૂંટની ઘટનામાં આરોપી હજુ સુધી પકડાયો નથી.