19.5 C
Gujarat
Monday, December 23, 2024

આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં નહિ યોજાય ગરબા, સરકારે જાહેર કર્યો શોક

Share

અમદાવાદ : ગઈકાલે એટલે કે 9મી ઑક્ટોબરની રાત્રે એક એવા સમાચાર સામે આવ્યા જેણે સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો. મોડી રાત્રે રતન ટાટાના નિધનના સમાચાર સામે આવ્યા હતા. રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. આ સાથે જ ગુજરાતમાં જયારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે આ દુઃખદ ઘટના બની છે. રાજ્યમાં આજે શોક જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે આજે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં રાજ્યસરકાર દ્વારા યોજાતા ગરબા આજે બંધ રાખવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઉદ્યોગપતિ રતનટાટાના નિધનને લઈને દેશભરમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પદ્મવિભૂષણથી સન્માનિત ટાટાના ગ્રૂપના મોભી રતન ટાટાના નિધન અંગે શોક વ્યક્ત કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલી પાઠવી છે. સાથેજ રાજ્ય સરકાર દ્વારા આજે 10 ઓક્ટોબરના રોજ એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે.જેને પગલે આજે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં રાજ્યસરકાર દ્વારા યોજાતા ગરબા આજે બંધ રાખવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા એ નામોમાંથી એક હતા જેમને દેશના દરેક વ્યક્તિએ પસંદ કર્યું હતું અને ભવિષ્યમાં પણ તે કરવાનું ચાલુ રાખશે. થોડા દિવસો પહેલા રતન ટાટાની તબિયત બગડી હતી અને ત્યારબાદ તેમને સારવાર માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં મોડી રાત્રે રતન ટાટાના નિધનના સમાચાર સામે આવ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles