અમદાવાદ : અમદાવાદમાં અન્ય બનાવો સાથે લૂંટના બનાવોનું પ્રમાણ વધ્યું છે. દિવાળીના તહેવાર ટાણે જ અમદાવાદના વટવા વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી. જેમાં તાજેતરમાં શહેરના વટવા વિસ્તારમાં આવેલ એક ઘરમાં કામ કરતા ઘરનોકરે સગીરા ઉપર હુમલો કરીને લૂંટ અને હત્યાનો પ્રયાસ કર્યો હતો.સમગ્ર ઘટનામાં ઘરનોકરે સગીરાઓ પર ગંભીર હુમલો કર્યો હતો. આ ઉપરાંત ઘરમાંથી 1.5 લાખ રોકડા અને ATM કાર્ડ લઈને ફરાર થયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના વટવા વિસ્તારમાં એક ઘરમાં વર્ષોથી કામ કરતા ઘરનોકરે સગીરા ઉપર હુમલો કરીને લૂંટ અને હત્યાનો પ્રયાસ કર્યો હતો.સમગ્ર ઘટનામાં ઘરનોકરે સગીરાઓ પર ગંભીર હુમલો કર્યો હતો. આ ઉપરાંત ઘરમાંથી 1.5 લાખ રોકડા અને ATM કાર્ડ લઈને ફરાર થયો હતો.જે બાદ તેણે ATMમાંથી 10 હજાર રૂપિયા ઉપાડ્યા હતા.
સગીરા પર હુમલો થતા બંને ગંભીર રીતે ધાયલ થયા હતા. જેમાંથી હાલ એક સગીરાની તબિયત નાજુક હાલતમાં ફેરવાઇ છે.મળતી માહિતી મુજબ આરોપી ઘરનોકર ઘણાં સમયથી ઘરમાં કામ કરતો હતો. ત્યારે પૈસાની લાલચમાં ઘરમાં ચોરી અને સગીરાઓ પર હુમલા કરવાની ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ આદરી હતી. અને ઘરનોકરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.