અમદાવાદ : શહેરના ઉસ્માનપુરા ગામમાં વગર વરસાદે આખો રોડ બેસી ગયો હોવાની ઘટના સામે આવી છે. ગામમાં રોડ પર આવેલાં કાચા મકાનો અને ઝૂંપડાઓ જેના કારણે આખું મકાન રોડમાં બેસી ગયું હતું. મકાનમાં રહેલા લોકોનો આબાદ બચાવ થયો છે. સ્થાનિકો દ્વારા મકાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રોડને બેરિકેટ કરી ત્યાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. વાહનોની અવર-જવર પણ બંધ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સોમવારે બપોરે શહેરના ઉસ્માનપુરા ગામ પાસે એકાએક આખો રોડ બેસી ગયો હતો. રોડના એક તરફનો રોડનો ભાગ આખો જાણે ભૂકંપ આવ્યો હોય તેમ બેસી ગયો હોવાના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. રોડ પાસે આવેલું મકાન ધસી પડયું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, રોડ ક્યારનો ખરાબ હતો. અમે રજૂઆત કરી પરંતુ કોઈ સાંભળતું નહોતું, જેનાં કારણે આ રોડ બેસી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામમાં ક્યારેય ધ્યાન જ નથી આપતું હોવાથી લોકો હેરાન થાય છે, તેવા આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા હતા.
સમગ્ર ઘટના અંગે સ્થાનિકોએ કહ્યું કે રોડ છેલ્લા અનેક સમયથી ખરાબ હાલતમાં હતો.કોર્પોરેશનને અનેક ફરિયાદો છતાં રોડનું સમારકામ ન થતાં આખરે રોડમાં મોટો ભૂવો પડ્યો છે.સ્થાનિકો દ્વારા મકાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.રોડને બેરિકેટ કરી ત્યાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. વાહનોની અવર-જવર પણ બંધ કરી દેવામાં આવી છે.