31.4 C
Gujarat
Tuesday, July 8, 2025

અમદાવાદીઓ આનંદો ! રિવરફ્રન્ટમાં બનાવાશે ઈમેજિકા પાર્ક, ક્યારે અને કોણ બનાવશે?

Share

અમદાવાદ: વિશ્વસ્તરનો મનોરંજન થીમ પાર્ક ઈમેજિકા હવે અમદાવાદમાં આવી રહ્યો છે. મુંબઈ-પુણે હાઈવે પર ખોપોલીમાં બનેલા થીમ પાર્ક બાદ આ ઈમેજિકાનો દેશમાં બીજો મોટો થીમ પાર્ક હશે. સાબરમતી નદી પર રિવરફ્રન્ટમાં અટલ બ્રિજના પૂર્વ છેડે 45 હજાર સ્ક્વેર મીટર (4.56 હેક્ટર)માં આ પાર્ક તૈયાર થવા જઈ રહ્યો છે. આ માટે પુણેના ઈમેજિકા વર્લ્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SRFDCL)ની વચ્ચે એગ્રીમેન્ટ થઈ ચૂક્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઈમેજિકા વર્લ્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SRFDCL)ની વચ્ચે કરાર કરવામાં આવ્યા છે, પરંતુ આ પ્રોજેક્ટને હજુ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)ની મંજૂરી મળવાની બાકી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ લગભગ 3-4 મહિનાની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ બે તબક્કામાં તૈયાર કરવામાં આવશે. તૈયાર થયા બાદ ગુજરાતનો આ પ્રથમ અને ભારતનો બીજો સૌથી મોટો થીમ પાર્ક બની જશે.

આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો આઠ 10 મહિનામાં પૂર્ણ થઈ જશે. વળી ઈમેજિકા ગ્રુપનો આ પ્રોજેક્ટ 300 કરોડના ખર્ચે નિર્માણ થશે. થીમ પાર્કના નિર્માણ માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા 30 વર્ષની લીઝ પર જમીન ફાળવવામાં આવી છે. આ માટે જમીનના વાર્ષિક ભાડા લેખે 45.60 લાખ ચૂકવવાનો રહેશે અને તેમ વાર્ષિક દરે 10 ટકાનો વધારો કરવામાં આવશે. આ સિવાય ઇમેજિકાએ કમાણીમાંથી દર વર્ષે 12.25 ટકાનો હિસ્સો પણ આપવાનો રહેશે.

આ પ્રોજેક્ટના નિર્માણમાં કુલ 5 ઝોનનું નિર્માણ કરવામાં આવશે. જેમાં પ્રથમ ઝોનમાં 5 હજારની ભીડને નિયંત્રીત કરી શકાય તે મુજબનો ઓપન એરિયા રહેશે. ઝોન 2માં ટિકિટ વિન્ડોનું નિર્માણ કરવામાં આવશે. ઝોન 3માં ઈન્ટરનેશનલ બ્રાન્ડ ડેવ એન્ડ બસ્ટરનો ઈન્ડોર એન્ટરટેનમેન્ટ સ્ટોર હશે. આ ઝોનના સેકન્ડ ફ્લોર પર મલ્ટીલેવલ પાર્કિંગ હશે.

ઝોન ચારમાં મેક્સિકન કંપની કિડ્ઝાનિયાનો આઉટલેટ અને સ્નો પાર્ક હશે. ઝોન-5માં તમામ વયના લોકો માટે રોમાંચક ડ્રાઈવ હશે. અહીં પણ 2 રેસ્ટોરાં હશે. ટ્રેમ્પોલિન પાર્ક, ગો કાર્ટ, સાફ્ટ પ્લે એરિયા, રોલર કોસ્ટર, ફ્લાઈંગ થિયેટર (સિમ્યુલેશન રાઈડ) અને અન્ય રોમાંચક ગેમ્સ/ડ્રાઈવ રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles