26.5 C
Gujarat
Monday, July 7, 2025

અમદાવાદમાં PMJAY કાર્ડમાં કૌભાંડ, માત્ર 1500 રૂપિયામાં 15 મિનિટમાં બની જતું આયુષ્યમાન કાર્ડ!

Share

અમદાવાદ : ખ્યાતિ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ચાલી રહેલી તપાસમાં ગુજરાતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. આયુષમાન કાર્ડ સરકારી પોર્ટલની ટેકનીકલ ખામીનો દુરોપયોગ કરી વેબસાઈટ ઉપર જઈ ત્યાં SOURCE CODE સાથે ચેડાં કરી ગુજરાતમાં હજારો કાર્ડ બન્યા છે. નિયમોનુસાર 2થી 3 દિવસમાં બનતું આયુષ્યમાન કાર્ડ ગુજરાતની ટોળકી માત્ર 15 મીનિટમાં બનાવી દેતી હતી. એ પણ આધાર પૂરાવામાં ચેડાં કરીને, આ એક કાર્ડ માટે 1500થી 2000 રૂપિયાનો ચાર્જ લેવાતો હતો. આ તો ફક્ત એક જ કૌભાંડ પકડાયું છે પણ સરકારી વેબસાઈટની ખામીને લઈને દેશભરની હોસ્પિટલોમાં આ પ્રકારનું કૌભાંડ ચાલતું હોય તો નવાઈ નહીં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડની તપાસ કરતી ક્રાઈમ બ્રાંચ પોલીસને વધુ એક ચોંકાવનારી માહિતી મળી છે. ખ્યાતિકાંડની તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાંચ પોલીસે PMJAY કાર્ડ કૌભાંડ આચરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો. આ ટોળકીમાં અમદાવાદ, ભાવનગર, અને સુરત વિસ્તારના કુલ 6 લોકો સામેલ છે. આ 6ની ટોળકીએ પાત્રતા વગરના અનેક લોકોને PMJAY યોજનામાં સમાવેશ કરી સરકારને ચુનો લગાડ્યો.

પકડાયેલા આરોપી
કાર્તીક જશુભાઈ પટેલ (અમદાવાદ), ચિરાગ હરીસીંગ રાજપુત (અમદાવાદ), નિમેશ દિલીપભાઈ ડોડીયા (અમદાવાદ), મોહમદફઝલ શેખ (અમદાવાદ), મોહમદઅસ્પાક શેખ (અમદાવાદ), નરેન્દ્રસિંહ ગોહીલ, ઇમ્તીયાજ (ભાવનગર), રાશીદ (બિહાર), ઈમરાન જાબીર હુસેન કારીગર (સુરત) અને નિખીલ પારેખ (અમદાવાદ)

કોની છે કેવી ભૂમિકા…

1. કાર્તીક પટેલ ના કહેવાથી ચીરાગ રાજપુતે નીમેશ ડોડીયા પાસે કાર્ડ બનાવડાવતો હતો જે કાર્ડ ના ૧૫૦૦/-થી ૨૦૦૦/- લાભાર્થી પાસેથી વસુલવામાં અવતા હતા. જેમા નીમેશ ને રૂ.૧૦૦૦/- મળતા હતા.
2. આરોપી નિમેશ દિલીપભાઈ ડોડીયા દ્વારા આયુષમાન કાર્ડ બનવવાના અલગ અલગ પોર્ટ્સ વાપરતો હતો જે પોર્ટલોમાં જુદાજુદા કાર્ડો બનાવી આપવાની જાહેરાત કરી અલગ અલગ લોકો ના સંપર્કમા આવેલ હતો. તેમજ જુદાજુદા વોસ્ટએપ તથા ટેલીગ્રામ ગ્રુપ મા જોડાયેલ હતો.
3. આ ગ્રુપ મારફતે તે મો.ફઝલ, મો.અસ્ફાક, નરેન્દ્રસિંહ ગોહીલ અને ઈમ્તીયાઝ નાઓ સાથે સંપર્કમા આવેલ હતો.
4. આ તમામ લોકો એ મળીને આશરે ૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા આયુષમાન કાર્ડ સરકારી પોર્ટલ ની ટેકનીકલ ખામીનો દુરોપયોગ કરી વેબસાઈટ ઉપર જઈ ત્યાં SOURCE CODE સાથે ચેડા કરી કાર્ડો બનાવેલ હતા.
5. નિમેશ ડોડીયા, નરેન્દ્રસિંહ ગોહીલ ને આયુષમાન કાર્ડ નુ E-KYC એર્પવ્ડ કરવામાટે Enser Communication Pvt. Ltd. કપંનીના નિખીલ પારેખ નાઓએ યુઝર આઈ.ડી. ગેરકાયદેસર રીતે બનાવી આપેલ હતુ જે પેટે તે માસીક ૮૦૦૦/- થી ૧૦૦૦૦/- લેતો હતો.
6. આયુષમાન કાર્ડ બનાવવાનો કોન્ટ્રાક્ટ સરકાર દ્વારા એન્સર કપની ને આપવામા આવેલ છે. જેમા લેવલ-૧ સુધીની પ્રકીયા તેમના દ્વારા કરવામાં આવતી હોય છે.
7. આ કાર્ડ બનાવવાની ખાતરી કરવા સારૂ અત્રેથી તમામ પ્રોસીજરની વીડીયોગ્રાફી કરી બનાવટી કાર્ડ બનાવવામાં આવેલ છે.

મોદી સરકારે આ યોજના 2018માં શરૂ કરી હતી. ભાજપના ચૂંટણી એજન્ડામાં આ યોજના પ્રાયોરિટીમાં હતી. ગુજરાતમાં 2018 થી 2022 સુધીમાં રાજ્યની સરકારી હોસ્પિટલો કરતાં ખાનગી હોસ્પિટલોને છ ગણા વધુ નાણાં આપવામાં આવ્યા છે. PMJAY યોજના હેઠળ સરકારી હોસ્પિટલોને માત્ર રૂ. 509 કરોડ ચૂકવવામાં આવ્યા છે. ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલોને રૂ. 2,884 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ યોજનાના લાભાર્થીઓ સામે સીધા સવાલો ઉઠ્યા છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ PMJAY યોજનામાં કેટલાક નિયમો અને ધારાધોરણ નિશ્ચિત કરાયા છે. આર્થિક પછાત તેમજ ગરીબી રેખા નીચે હેઠળ રહેતા લોકો બીમારીમાં સારી સારવાર મેળવી શકે તેવા ઉદેશ્ય હેઠળ આ PMJAY યોજના શરૂ કરવામાં આવી. આથી જ આ યોજનાને લઈને સરકાર દ્વારા કેટલાક નિયમો નક્કી કરાયા છે. જે અંતર્ગત નિશ્ચિત આવકથી ઓછી આવક ધરાવતા લોકોને જ PMJAY યોજનાનો લાભ આપવામાં આવે છે. પરંતુ પાત્રતા ના ધરાવતા લોકો પણ સરકારી યોજનાનો લાભ લેતા હોવાનો પર્દાફાશ થયો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles