અમદાવાદ : કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા તારીખ 9મી જાન્યુઆરી 2025ના રોજ થશે આ ફેરફાર. વાત એમ છે કે, ફેઝ-2 કોરિડોર ના મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી અને GNLU થી ગિફ્ટસિટી મેટ્રો સ્ટેશન સુધી નિરીક્ષણ કરવામાં આવશે.
GMRCLની અધિકૃત અખબારી યાદી જણાવે છે કે,મેટ્રો રેલ સેફ્ટી (CMRS)ના નિરીક્ષણને ધ્યાનમાં રાખીને, મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્શન વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ થોડા સમય સુધી સ્થગિત રહેશે. મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1માં અને GNLU થી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સવારના 10.40 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સ્થગિત રહેશે.
જો કે, સેક્ટર-1 થી મોટેરા સ્ટેડિયમ તરફની છેલ્લી ટ્રેન 9મી તારીખના રોજ સવારે 10.00 વાગતા ઉપડશે. તદુપરાંત GNLU થી ગિફ્ટ સિટી માટેની ટ્રેન સવારે 9.45 વાગતા ઉપડશે.બીજું કે, સાંજના 4 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 તરફની ટ્રેન અને GNLU થી ગિફ્ટ સિટી સુધીની મેટ્રો ટ્રેનની સેવાઓ હાલના સમયપત્રક મુજબ જ કાર્યરત રહેશે.