19.3 C
Gujarat
Tuesday, January 21, 2025

AMC એ SOP જાહેર કરી, રોડ ઉપર ભૂવો પડશે કે જમીન બેસશે તો જવાબદારી કોન્ટ્રાકટરની

Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિવિધ રોડ ઉપર થતા સેટલમેન્ટ એટલે કે ભૂવા પડવા તથા જમીન બેસી જવાની બાબતને લઈ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર જાહેર કરી છે.આ કારણથી હવે શહેરના કોઈપણ રોડ ઉપર ભૂવો પડશે કે જમીન બેસી જશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે સ્થળે કામ કરનાર કોન્ટ્રાકટર કે એજન્સીની રહેશે.કોન્ટ્રાકટર કે એજન્સીએ રોડ ઉપર પડેલા ભૂવાનુ તાકીદે સમારકામ કરવુ પડશે.આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ અલગથી રકમ ચૂકવશે નહીં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટર-પાણીની લાઈન નાખવા તથા ખાનગી કંપનીઓ દ્વારા યૂટીલિટી સેવા માટે રસ્તા ખોદવા અને તેનું સમારકામ કરવાના કામ માટે મ્યુનિ.એ એસઓપી જાહેર કરી છે. કોઈપણ રોડ પર ખોદકામ કરતાં પહેલાં ત્યાં યૂટીલિટી સરવે કરી ટ્રાયલ માટે એક ખાડો ખોદીને યોગ્ય ચકાસણી કરી કામગીરી કરવા જણાવાયું છે. કામ પૂરું થયા બાદ માટી, કાટમાળ રોડ પરથી હટાવી દીધા પછી જ બેરિકેડ હટાવવા તાકીદ કરાઈ છે.

તમામ સર્વિસ પ્રોવાઈડરો જે મ્યુનિ.પાસેથી રોડ ઓપનીંગની મંજૂરી લઈ કામગીરી કરે છે.તે તમામે આર.ઓ.પરમીશન લેતા પહેલાં બાંહેધરી પત્ર આપવુ પડશે.કામગીરી શરૃ કરતા પહેલા ટ્રાફિક ડાયવર્ઝન સહીતની બાબતને લઈ સેફટી પ્લાન બનાવવાનો રહેશે.બેરીકેડીંગની તમામ બાજુએ ચેતવણીનુ ચિહ્ન ઉપરાંત એજન્સીની વિગત, સેફટી એન્જિનીયરના કોન્ટેક અંગેની વિગત સ્થળ ઉપર દર્શાવવી પડશે.સ્થળ ઉપર કામગીરી દરમિયાન સ્થળ ઉપર વધારાનુ મટીરીયલ દુર કરવાનુ રહેશે જેથી નાગરિકોને વાહનવ્યવહારમાં તકલીફ ના પડે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles