અમદાવાદ : અમદાવાદીઓને હવે જો બધું સમુસૂતરૂં ઉતરે તો આગામી ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં મેટ્રો રેલની મુસાફરી શહેરના ચારેય ખૂણે માણવા મળી શકશે. અમદાવાદમાં મેટ્રો રેલના પ્રથમ તબક્કાની 90 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. ટ્રાયલ પણ શરૂ થઇ ગયા છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ કુલ ખર્ચ રૂ.10,773 કરોડનો અંદાજવામાં આવ્યો છે.
અમદાવાદીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવા મેટ્રોના શુભારંભ બાદ રૂટના અને આજુબાજુના વિસ્તારોમાં પ્રોપર્ટીની કિંમત વધી શકે છે, જાણીતા એસ્ટેટ બ્રોકર અમિતભાઈ શાહ જણાવે છે કે પ્રોપર્ટીની કિંમત સાથે સાથે પ્રોપર્ટીના ભાડામાં પણ 15 થી 20 ટકાનો વધારો થશે.મેટ્રોના કારણે તેની આજુ બાજુમાં ઓફિસ, દુકાન તેમજ કોમર્શિયલ મિલ્કતોમાં પણ વધારો થશે.
એસ્ટેટ બ્રોકર અમિતભાઈ શાહ જણાવે છે કે…
મેટ્રોના પ્રારંભ પછી થતા લાભ વિશેના આ મુદ્દા અને જે વિસ્તારમાં મેટ્રો આવશે તે વિસ્તારમાં 15 થી 20 ટકાનો વધારો થશે.
1) મેટ્રોના પ્રારંભ પછી પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા વધશે તેના કારણે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવાનુ સરળ થઇ જશે.
2) મેટ્રોના કારણે પ્રોપર્ટીના ભાડા માં પણ 10% જેટલો વધારો થશે તેના કારણે તે મિલકતની કિંમતમાં પણ ખુબ મોટો વધારો થશે.
3) મેટ્રોના કારણે તેની આજુ બાજુમાં ઓફિસ, દુકાન તેમજ કોમર્શિયલ મિલ્કતોમાં પણ વધારો થશે.
4) મેટ્રોના પ્રારંભ પછી તેની આજુબાજુ સોસાયટીમાં પણ કોમર્શિયલ પ્રોજેક્ટ વધશે અને મેટ્રોથી અમુક મીટર સુધીમાં તે બાંધકામ કરવા માટેની F. S. I પણ મળશે તેથી તે આજુબાજુની સોસાયટીના ભાવમાં લગભગ 20 થી 30 ટકાનો વધારો થશે.