અમદાવાદ : ઉત્તરાયણ સમયે ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ અમિત શાહ ફરી અમદાવાદ આવી પહોંચ્યા છે, જ્યાં આજે (23 જાન્યુઆરી)એ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મૂક્યો. જે બાદ તેમણે સંબોધનમાં તેમણે જણાવ્યું કે, 200 થી વધુ સેવા કરનારી સંસ્થાઓ એક મંચ પર ભેગી થઈ છે. આપણા ભારતીય મૂલ્યોને સાચવવાનું કામ આપણી પારિવારિક સંસ્થાએ કર્યું છે. હિન્દુ આધ્યત્મિક સેવાનો સમાજમાં બહુ મોટો ફાળો છે.
આ ઉપરાંત અમિત શાહે કહ્યું, તેમણે યુવાનોને કુંભમાં ખાસ જવા અપીલ કરી, સ્નાનના દિવસે લોકો મોઢું જોયા વિના ગંગામાં ડૂબકી લગાવો. હું 9 કુંભમાં જઈ આવ્યો છું અને હવે 27 જાન્યુઆરીએ 10માં કુંભમાં જઈશ. સૌ ગુજરાતીઓને હું અપીલ કરું છું કે, કુંભમાં જવું જોઈએ ખાસ કરીને યુવાનો અને કિશોરોને કુંભમાં લઈ જવા જોઈએ.ભારતના ધર્મસ્થાનો દુનિયાભરમાં 350 વર્ષ સુધી વધુ ચોરી કરેલી ગુલામીની સ્થિતિમાંથી લઈ ગયેલી આપણી મૂર્તિઓને પાછા લાવવાનો કાર્યક્રમ હોય કે ભારતની સંસ્કૃતિને દુનિયાભરમાં પહોંચાડવાનું ભાજપ સરકારે કર્યું છે. લોકો પહેલા હિન્દુ બોલતા ખચકાતા હતા, હવે ગર્વથી હિન્દુ હોવાનું કહે છે.જે બાદ તેમણે ગુજરાતના સહુ નાગરિકોને કુંભમેળામાં જવા અપીલ કરતા કહ્યું, પ્રયાગરાજમાં 144 વર્ષ પછી યોજાતો મહાકુંભ દુનિયાભરના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. સરકારે કરોડો લોકોના રહેવાની વ્યવસ્થા કરી છે. કરોડો લોકો આસ્થાની ડૂબકી લગાવે છે. આ કુંભને કોઈ રોકી શકતું નથી. કુંભ પોતે જ સમરસતા – એકતાનું પ્રતિક છે. તેમણે યુવાનોને કુંભમાં ખાસ જવા અપીલ કરી હતી.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું, ભારતીય સંસ્કૃતિ આસ્થાનો મહિમા કરતો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. હિન્દુ મેળો અમદાવાદમાં બીજીવાર થઈ રહ્યો છે. હિન્દુ મેળો લોકહિત કામને ઉજાગર કરે છે. હિન્દુ મેળામાં 250થી વધુ સ્ટોલ છે. તેમાં જે વિગતો રજૂ કરવામાં આવી છે તેને જુઓ અને જાણો તેવી વિનંતી છે.