વડોદરા : PM મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ વડોદરામાં પુન વિકસિત કરાયેલા પાવાગઢનું લોકાર્પણ કર્યુ છે. યાત્રાધામ પાવાગઢમાં 125 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. તેઓએ વર્ષો બાદ પુનિ વિકસિત કરાયેલ મંદિરને નિહાળ્યુ હતું. તેમણે માતાના ચરણોમાં શિશ ઝૂકવ્યુ હતું અને પોતાના માતા હીરા બાના જન્મદિન પર પ્રાર્થના પણ કરી હતી. તેઓ હવે અનેક સંતો સાથે પણ મુલાકાત કરી. સાથે જ પીએમ મોદીએ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્ણપ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
માતાના દરબારથી સંતોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ કે, વર્ષો પછી પાવાગઢ મહાકાળીના ચરણોમાં આવીને અમુક સમય વિતાવવાનો મોકો મળ્યો છે. આ પ્રસંગ મારા માટે જીવનનો ખૂબ સારો અવસર છે. આજનો અવરસ મારા અંતર મનને વિશેષ આનંદથી ભરી દે છે. પાંચ સદી પછી અને આઝાદીના 75 વર્ષ વિત્યા છતાં માહાકાળીના શીખર પર ધજા ફરકી ન હતી. આ ક્ષણ આપણને પ્રેરણા, ઉર્જા આપે છે.