અમદાવાદ : એક વ્યક્તિ સામે દારૂનો કેસ ન કરવા તેની પાસે લાંચ માંગનારા પોલીસકર્મી સામે ગુનો નોંધાયો છે. જ્યારે પોલીસકર્મી વતી લાંચ લેનારી ખાનગી વ્યક્તિની એસીબીએ ધરપકડ કરી છે.આ કેસની વિગત મુજબ ફરીયાદીને ત્રણ ઇગ્લીસ દારૂની બોટલ સાથે નારોલ પો.સ્ટેની હદમાંથી પકડવામાં આવ્યો હતો. બાદમાં ફરીયાદીને કર્ણાવતી પોલીસ ચોકી ખાતે લઇ જવામાં આવ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નારોલ વિસ્તારમાં દારૂની ત્રણ બોટલ સાથે એક વ્યક્તિ ઝડપાયો હતો, જેને નારોલ પોલીસ સ્ટેશન હદમાં આવેલા કર્ણાવતી ચોકીમાં ફરજ બજાવતા બીપીનભાઈ અને એક ખાનગી માણસ બાલકૃષ્ણ શર્માએ આ સંદર્ભે કે દાખલ ન કરવા અને વાહન જપ્ત ન કરવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી, આખરે વાતચીત બાદ સમગ્ર મામલો 70 હજાર રૂપિયા આપીને કે સેટલમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના 20,000 તે સમયે રોકડા લીધા હતા જ્યારે બાકીના રૂ.૫૦,૦૦૦ નારોલમાં રહેતી ખાનગી વ્યક્તિ બાલૃષ્ણ એમ.શર્માને આપી દેવા જણાવ્યું હતું.
પરંતુ ફરીયાદીએ એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદઆપી હતી. જેને આધારે એસીબીની ટીમે નારોલ ગામમાં શૌર્ય રેસીડેન્સી એપાર્ટમેન્ટ પાસે જાળ બિછાવીને આરોપી બાલકૃષ્ણ શર્માને રૂ.50,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે બાલકૃષ્ણની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર બિપીન પોલીસવાળાની શોધ હાથ ધરી છે.