અમદાવાદ : રાજસ્થાનથી બાઇક ચોરી માટે 180 કિલોમીટર દૂર અમદાવાદ આવતા બાઇક ચોરની વાડજ પોલીસે ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં અલગ અલગ 15 વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
વાડજ પોલીસે ચોક્કસ બાતમી આધારે મૂળ રાજસ્થાનના મનજી મીણા નામના શખ્સને વાડજમાંથી ચોરીનાં એક વાહન સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ કરતા અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. એટલું જ નહીં આરોપી મનજી મીણા રાજસ્થાનથી બસ મારફતે અમદાવાદ આવતો અને જાહેર પાર્કિંગમાં પાર્ક કરેલ બાઈક ડુપ્લીકેટ ચાવી અથવા ડિસમિસની મદદથી લોક તોડીને ચોરી કરી ફરાર થઇ જતો હતો.
અમદાવાદમાં બાઇક ચોરી માટે સવારે બસમાં આવતો અને જાહેર જગ્યાએ પડેલા બાઇક ડિસમિસ કે ડુપ્લિકેટ ચાવીથી ખોલીને અવારું જગ્યાએ રાખતો હતો. ત્યારબાદ ગ્રાહક આવે તેને વેચી દેતો હતો. હાલ પોલીસે શાતિર બાઇક ચોરની ધરપકડ કરી અગાઉ અન્ય બાઇકની ચોરી કરી છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરી છે.