અમદાવાદ : અમદાવાદ ભારતના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંથી એક છે. 70 લાખથી વધુ વસ્તી ધરાવતા આ શહેરનો સમાવેશ ભારતના મેગાસિટીમાં થાય છે. નવા વિસ્તારોનો સમાવેશ સાથે વસ્તી વધવાની સાથે જ શહેરમાં ટ્રાફિક પણ વધી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે અને શહેરના વિકાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયત્નશીલ રહ્યું છે. ત્યારે આ જ ક્રમમાં શહેરમાં 5 નવા બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે નવા ઓવરબ્રિજ, અંડરપાસ કે માઇનોર બ્રિજ બનાવવાનું આયોજન છે. એના સિવાય અન્ય 7 સ્થળો પર મોટા ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શકયતા પણ તપાસવામાં આવશે. અમદાવાદમાં જે સ્થળો પર નવા બ્રિજ બનાવવાનું આયોજન છે, જેમાં ઇસ્કોન જંક્શન, ચાંદલોડિયા સિલ્વર સ્ટાર ચાર રસ્તા, રાજપથ રંગોલી રોડ, પંચવટી સર્કલ અને પીરાણાથી પિપડજ જવાના રસ્તાનો સમાવેશ થાય છે.
ઇસ્કોન જંક્શન પર 250 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
ચાંદલોડિયા સિલ્વર સ્ટાર ચાર રસ્તા ખાતે 80 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવાનું આયોજન
રાજપથ રંગોલી રોડ પર 35 કરોડ રૂપિયાના ખર્ચે અંડર પાસ બનાવવાનું આયોજન
પંચવટી સર્કલ પર 90 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું આયોજન
પીરાણાથી પિપડજ જવા માટે 45 કરોડ રૂપિયાના ખર્ચે માઈનોર બ્રિજ બનાવવાનું આયોજન
AMC દ્વારા 7 સ્થળો પર વિશાળ ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવા માટે પણ પ્રાથમિક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે:
IIM જંક્શન: BRTS માટે ડબલ ડેકર બ્રિજ
શ્યામલથી SG હાઇવે: ઇસ્કોન-બોપલ-ઘુમા સુધી એલિવેટેડ કોરિડોર
નહેરુનગરથી SG હાઇવે: એલિવેટેડ રોડ
પાલડી જંક્શન: નવો બ્રિજ માટે ફિઝિબિલિટી સર્વે
નરોડા-દહેગામ જંક્શન: સેકન્ડ લેવલ ફ્લાયઓવર માટે અભ્યાસ
ઓઢવ-કઠવાડા રિંગ રોડ જંક્શન: સેકન્ડ લેવલ બ્રિજ માટે સંશોધન
AMCના આ આયોજનથી શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનો ભાર ઓછો થશે અને પ્રવાસીઓ માટે મુસાફરી વધુ ઝડપી અને અનુકૂળ બનશે.
ગુજરાતનું ઝડપથી વિકસતું શહેર, સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે. 70 લાખથી વધુ વસ્તી ધરાવતા આ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. એ સમસ્યાને ઉકેલવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 5 નવા બ્રિજ અને અન્ય વિસ્તારોમાં એલિવેટેડ કોરિડોર બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.