અમદાવાદ : અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળવાના છે. 26 ફેબ્રુઆરીએ અમદાવાદના સ્થાપના દિવસ છે, ત્યારે આ દિવસે અમદાવાદમાં ભદ્રકાળી માતાની 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રા નીકળશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહી શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા નીકળવાની છે.26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે. ત્યારે આ દિવસે 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં ટેબલો, હાથી-ઘોડા આકર્ષણ જમાવશે.અગાઉ નગરદેવીની નગરયાત્રા નીકળતી હતી, ત્યારે હવે 614 વર્ષ બાદ નગરયાત્રાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહીને રથને પ્રસ્થાન કરાવશે.
આ નગરયાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ ત્રણ દરવાજી, ગુરુ માણેકના આદિસ્થાન માણેકચોક, ઓફિસ, ખમાસા, વગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજમંદિર પહોંચરો. રૂટ ઉપર થોડા થોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. નિજમંદિરમાં યાત્રા બાદ હવનની પણ વ્યવસ્થા કરવામાં આવશે.