અમદાવાદ : દારૂ છુપાવવા માટે બુટલેગરો અવનવા કિમીયા શોધી રહ્યા છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કૃષ્ણનગર વિસ્તારમાં દરોડા પાડીને ગેરકાયદેસર દારૂના વેપારમાં સંડોવાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે અને મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો. સમગ્ર ઘટનામાં પોલીસે વિદેશી દારૂની 87 બોટલ, 20 બિયર કેન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે સૈજપુર બોઘા ટાવર નજીક શક્તિ ચોક, ફડેલી ખાતે દરોડા પાડીને શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે કૃષ્ણનગરના રહેવાસી સુધીર મુકેશભાઈ ગઢવી (ઉં.વ.36)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે 36,479 કિંમતનો વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની 87 બોટલ, 20 બિયર કેન સહિતનો કુલ 49,479 કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો. અને દારૂબંધી કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. જ્યારે વોન્ટેડ બે આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ આદરી છે.જ્યારે પોલીસને આ આઇડિયાની ખબર પડી તો પોલીસ પણ ચોકી ઊઠી હતી.
આરોપીએ શંકા ટાળવા માટે ઘરના મંદિરની જગ્યાએ આ તિજોરી વ્યૂહાત્મક રીતે બનાવી હતી. સમગ્ર ઘટનામાં એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે ગોપાલ સિંહ અને રાજેન્દ્ર સિંહ ઉર્ફે રાજુ ભગીરથ સિંહ રાજપૂત નામના બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આમ જોઈએ તો બુટલેગરો દારૂ છૂપાવવા અવનવા કિમીયાઓ કરતા હોય છે, પરંતુ પોલીસ તેમે શોધખોળ કરીને પોલ ખોલતી હોય છે.