અમદાવાદ : આવતીકાલે એટલે કે 26મી ફેબ્રુઆરી એટલે અમદાવાદનો સ્થાપના દિવસ. અને સાથે જ મહાશિવરાત્રીના તહેવારની પણ ઉજવણી કરવામાં આવશે. આ સાથે જ સૌથી મોટી વાત એ છે કે આવતીકાલે 614 વર્ષ પછી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળવાના છે. એટલે આવતીકાલે ભદ્રકાળી માતાની રથયાત્રા નીકળશે. આ સાથે જ આ રથયાત્રા અંદાજે 6.30 કિલોમીટર લાંબી રહેશે. જેમાં લખો માઇભક્તો જોડાશે. આવતીકાલે સવારે 7 વાગ્યા બાદ નાગરયાત્રાનું પ્રસ્થાન થશે અને જુના અમદાવાદના વિસ્તારોમાં ફરશે. આ સાથે જ આ નગરયાત્રા દરમિયાન ટ્રાફિકનું સારી રીતે સંચાલન થઇ શકે તેના માટે કેટલાક વાહન વ્યવહારના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અને તેમાં ક્યાં રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે તેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
સવારે 5 વાગ્યાથી આ રોડ-રસ્તા બંધ રહેશે
ભદ્રકાળી માતાજીના મંદિરથી લઈ કારંજ પોલીસ સ્ટેશન થઈ ત્રણ દરવાજા
પાનકોર નાકાથી માણેકચોક ગોળ ગલી થઈ મ્યુનિસિપલ કોર્પોરેશન
ગોળલીમડાથી ખમાસા ચાર રસ્તા થઈ જગન્નાથ મંદિર
જમાલપુર શાકમાર્કેટથી ફૂલબજારથી રોંગ સાઈડમાં રિવરફ્રન્ટ અંદર
મહાલક્ષ્મી મંદિરથી વિક્ટોરીયા ગાર્ડન થઈ અખંડાનંદ સર્કલ
વસંત ચોકથી લાલદરવાજા થઈ અપના બજાર
સિદ્દી સૈયદની જાળીથી રોંગ સાઈડ થઈ વીજળી ઘરથી આગળ
બહુચર માતાના મંદિર થઈ પરત ભદ્રકાળી માતાજીના મંદિર સુધી
વૈકલ્પિક માર્ગ
વીજળી ઘર ચાર રસ્તાથી પાલિકા બજાર થઈ નહેરુબ્રિજ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી એલિસબ્રિજ થઈ વિક્ટોરીયા ગાર્ડન તરફનો માર્ગ
ગોળલીમડાથી રાયપુર દરવાજા થઈ એસટી ચાર રસ્તા થઈ જમાલપુર ચાર રસ્તા તરફનો માર્ગ
જમાલપુર ચાર રસ્તાથી ફૂલ બજાર થઈ સરદાર બ્રિજના પૂર્વ છેડાથી ડાબી બાજુના રોડ થઈ પૂર્વનો રિવરફ્રન્ટ રોડ થઈ કામા હોટલ રિવરફ્રન્ટ કટ થઈ ખાનપુર દરવાજાથી ઘી કાંટા તરફનો માર્ગ
કામા હોટલ રિવરફ્રન્ટ ટીથી ડાબી બાજુ વળી બેકરી સર્કલ થઈ રૂપાલી સિનેમાંથી જમણી બાજુ વળી નહેરુબ્રિજ તરફનો માર્ગ