અમદાવાદ : શહેરના એસ જી હાઈવે પર અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. અમદાવાદના એસ જી હાઈવે પર સોલા બ્રિજ પર ગુરૂવારે (27 ફેબ્રુઆરી) વહેલી સાવરે એક કારને અકસ્માત નડ્યો હતો. જૂનાગઢથી રાજસ્થાન પરત ફરતી કાર પૂરપાટ ઝડપે આવી અને એકાએક બ્રિજ પર બંધ પડેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ટક્કરના કારણે કારમાં સવાર પાંચ લોકોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના એસ જી હાઈવે પર સોલા બ્રિજ પર ગુરૂવારે (27 ફેબ્રુઆરી) વહેલી સાવરે એક કારને અકસ્માત નડ્યો હતો. જૂનાગઢથી રાજસ્થાન પરત ફરતી કાર પૂરપાટ ઝડપે આવી અને એકાએક બ્રિજ પર બંધ પડેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ટક્કરના કારણે કારમાં સવાર પાંચ લોકોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે અને અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, હજુ સુધી મૃતક વિશે કોઈ નક્કર માહિતી સામે આવી નથી.