અમદાવાદ: અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના વિજય ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે લક્ઝરીએ બાઈક ચાલકને કચડી નાખ્યો છે. ઘટનાસ્થળ પર જ બાઈક સવારનું મોત નિપજ્યું હતું. હેલ્મેટ પહેર્યું હોવા છતાં યુવાનનું માથું ફાટી ગયું હતું.અકસ્માત કયા કારણસર થયો હતો તે જાણવા માટે પ્રયાસ હાથ ધર્યા છે, અકસ્માતના પગલે ફરીથી ટ્રાફિક વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે.
મળતા અહેવાલ પ્રમાણે, અમદાવાદના વિજય ચાર રસ્તા પાસેથી ગાંધીનગરનો રહેવાસી રામચંદ્ર રાય નામનો યુવક બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક ખાનગી બસ ફુલ ઝડપે આવી રહી હતી અને તેણે બાઈકચાલકને અડફેટે લેતા તે નીચે પટકાયો હતો. આ સમગ્ર બનાવમાં બાઈકચાલક નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં પોલીસ આવી પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અકસ્માત થયો તે સમયે બસની સ્પીડ વધારે હતી. પોલીસે અકસ્માત સર્જી ફરાર ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતની જોઈ ન શકાય તેવી તસવીરો સામે આવી છે, જ્યારે પોલીસ દ્વારા આ ગંભીર અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ ફરાર લક્ઝરી ડ્રાઈવર અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અકસ્માત કેવી રીતે સર્જાયો, તે અંગે તપાસ હાથ ધરાશે.