અમદાવાદ : અમદાવાદમાં સહીત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કટોકટીના દિવસને કાળો દિવસ ગણાવી ધરણા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદમાં નવા વાડજમાં, નારણપુરા વોર્ડ, સ્ટેડિયમ વોર્ડ અને રાણીપ વોર્ડ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણાં કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો.
શહેરના નારણપુરા વિસ્તારમાં અંકુર ચાર રસ્તા ખાતે, અખબારનગર સર્કલ પાસે, સ્ટેડિયમ વોર્ડમાં સુભાષબ્રીજ સર્કલ અને રાણીપ વોર્ડમાં બલોલનગર બ્રીજ પાસે ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઇ કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી ધરણા કર્યા હતા.ભાજપના કાર્યકરોએ ‘લોકશાહીનો કાળો દિવસ’, ‘કેમ ભુલાય કટોકટીનો ડંખ’ અને ‘કોંગ્રેસ દ્વારા બંધારણ અને લોકતંત્રની હત્યા’ બ્લેક પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
અત્રે નોંધીનીય છે કે 25 જૂન 1975ના દિવસે લગાવેલી કટોકટી 21 મહિના બાદ હટાવવામાં આવી હતી. તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીના કહેવાથી તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહેમદે કલમ ૩૫૨ હેઠળ દેશમાં ઈમરજન્સી લગાવી દીધી હતી.