26.5 C
Gujarat
Sunday, November 10, 2024

અમદાવાદીઓ માટે ખુશ ખબર : એક વોટ્સએપ મેસેજથી પોતાની ફરિયાદ AMC સુધી પહોંચાડી શકશે

Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક વોટ્સએપ નંબર આજે જાહેર કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વોટ્સએપ નંબર 7567855303 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી અને નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે. લોકો સરળતાથી હવે પોતાની ફરિયાદ નોંધાવી અને સમસ્યાનું નિવારણ ઝડપથી આવે તેના માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

AMC દ્વારા જાહેર કરવામાં આવેલા વોટ્સએપ નંબર 7567855303 ઉપર નાગરિકો સરળતાથી કઈ રીતે પોતાની ફરિયાદ નોંધાવી શકશે. તેની વાત કરીએ તો સૌપ્રથમ વોટ્સએપમાં Hi લખી અને મેસેજ કરવાનો રહેશે. જો કોઈ પણ નાગરિક ફરિયાદ નોંધાવવા માંગતો હોય તો તેને ફરિયાદ નોંધાવો લખશે, એટલે સામેથી તેને કયા પ્રકારની ફરિયાદ નોંધાવી છે. તેનું આખું લિસ્ટ આપવામાં આવશે. તેમાં રોડ, પાણી, ગટર, કચરા, લાઈટ, આરોગ્ય, રખડતા ઢોર અને બગીચા જેવા ઓપ્શન આપવામાં આવશે.

તેમાંથી જે પણ ફરિયાદ હોય તે લખવાની રહેશે. ત્યારબાદ તેમાં તમામ વોર્ડ પૂછવામાં આવશે. નાગરિક જે પણ વોર્ડમાં રહેતો હોય તે વોર્ડ લખવાનો રહેશે. ત્યારબાદ નાગરિકને તેનું નામ સરનામું મોબાઈલ નંબર પૂછવામાં આવશે, જે માહિતી આપવાની રહેશે. આ તમામ માહિતી આપ્યા બાદ તેની ફરિયાદ નોંધાઈ જશે અને તેને ટોકન નંબર આપવામાં આવશે. આ રીતે નાગરિક સરળતાથી માત્ર વોટ્સએપ ઉપર જ પોતાની ફરિયાદ નોંધાવી શકે તેવી સુવિધા આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles