અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્ષ મામલે મહત્વનો નિર્ણય લેવાયો છે. પ્રોપર્ટી ટેક્ષમાં વ્યાજ માફીનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેસિડન્સ પ્રોપર્ટીમાં 100% અને કોમર્શિયલ માં 75% વ્યાજ માફીનો નિર્ણય કરવામાં આવ્યો છે. 14 માર્ચ થી 31 માર્ચ સુધી રીબેટ યોજના ચાલુ રહેશે. નાણાકીય વર્ષ અંત હોવાથી વ્યાજ માફી યોજના અમલી કરાઈ છે.
રેવન્યૂ કમિટીનાં ચેરમેન અનિરૂદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ મહાનગરનાં નગરજનોએ તા.14 માર્ચથી 31 માર્ચ સુધી રેસીડેન્સીયલ મિલ્કતો છે. તેની પર 100 ટકા વ્યાજ માફીની યોજના , જે નોન રેસીડેન્સીયલ મિલકતો છે તેની પર 75 ટકા વ્યાજમાફીની યોજના, ઝુંપડા અને ચાલી માટે પણ તમામ મિલ્કત 100 ટકા વ્યાજમાફી આ પ્રકારની યોજના લાવી મહાનગરને હોળીની ભેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ રહેલો છે. ચાલુ નાણાકીય વર્ષ પહેલા પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થાય તેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
જોકે દર વર્ષે કરતા મોડી યોજનાની જાહેરાત કરાઈ છે. વ્યાજ માફી યોજનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને રૂ 250 કરોડની આવકની શક્યતા છે. આ યોજનામાં પણ જો કોઈ કરદાતા ટેક્ષ નહિ ભરે તો મ્યુનિસિપલ કોર્પોરેશન કડક પગલાં લેશે. 10 લાખથી વધુ ની પ્રોપર્ટી પર ટેક્સ નહિ ભર્યો હોય તો સીધી પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે.