અમદાવાદ : શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા તમામ બગીચાઓ આવતીકાલે 13 માર્ચ અને 14 માર્ચ એમ હોળી તેમજ ધુળેટીના તહેવારના દિવસે સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો અટલ ફૂટ ઓવર બ્રિજ પણ ધુળેટીના દિવસે સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે.
SRFDCL એ આજે એક ઔપચારિક અખબારી યાદી દ્વારા આ જાહેરાત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે આ નિર્ણય અનુક્રમે 13 અને 14 માર્ચે હોળી અને ધુળેટીના તહેવારોને કારણે લેવામાં આવ્યો છે. સાબરમતી નદી પરનો આઇકોનિક અટલ બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા સંચાલિત તમામ બગીચાઓ 13 માર્ચ અને 14 માર્ચના રોજ સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે.
તમને જણાવી દઈએ કે લોકો હોળી અને ધુળેટીના તહેવારે બગીચાઓમાં જતા હોય છે ત્યારે રિવરફ્રન્ટના બગીચાઓમાં લોકોની અવરજવર વધુ રહેતી હોય અને લોકો ધૂળેટીના તહેવારની ઉજવણી કરીને બગીચાઓમાં કલર અને રંગના કારણે ખરાબ ન કરે તેના માટે રિવરફ્રન્ટના બગીચાઓ બંધ રાખવામાં આવશે.