Home અમદાવાદ વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના ગેરકાયદે મકાન પર હથોડો ચાલ્યો, પોલીસ કમિશનરની હાજરીમાં ડીમોલીશન શરૂ

વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના ગેરકાયદે મકાન પર હથોડો ચાલ્યો, પોલીસ કમિશનરની હાજરીમાં ડીમોલીશન શરૂ

0
વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના ગેરકાયદે મકાન પર હથોડો ચાલ્યો, પોલીસ કમિશનરની હાજરીમાં ડીમોલીશન શરૂ

અમદાવાદ : તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાલમાં બે જૂથો વચ્ચે અથડામણમાં જાહેર રોડ પર ગાડીઓના કાચ તોડ્યા હતા. બનાવની જાણ થતા જ રામોલ પોલીસે ઘટનાસ્થળેથી અટકાયત કરી રસ્તો બાનમાં લેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.હવે વસ્ત્રાલમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોના ગેરકાયદેસર ઘરના ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગેરકાયદે મકાનોનું ડીમોલીશન શરૂ કરાતા જ આરોપીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોના ગેકકાયદેસર ઘર પર બુલડોઝરની કાર્યવાહી હાથ ધરાઇ છે. અમરાઇવાડી વિસ્તારમાં લવજી દરજીની ચાલીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડવાની કામગીરી હાથ ધરાઇ છે. પકડાયેલા આરોપી પૈકી અન્ય સાત આરોપીઓના મકાન ગેરકાયદેસર હોવાથી કોર્પોરેશનની ટીમ દ્વારા આગામી સમયમાં તબક્કાવાર પોલીસને સાથે રાખીને આરોપીઓના ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવશે.અમદાવાદના પોલીસ કમિશનરે પણ અમરાઇવાડીમાં ડિમોલિશન સ્થળની મુલાકાત લીધી છે.

વસ્ત્રાલમાં ખુલ્લેઆમ હાથમાં હથિયાર લઇને આતંક મચાવનાર વિરૂદ્ધ અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે. અસામાજિક તત્ત્વોમાં દાખલો બેસાડવા ફરી એક વખત દાદાનું બુલડોઝર અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર ઘર પર ફરી વળ્યું છે. પોલીસ કમિશનર જીએસ મલિક ડિમોલિશનની કામગીરીનું નીરિક્ષણ કરવા માટે પહોંચ્યા હતા.

આ અંગે પોલીસે ગુનો નોધી 14 આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીઓને પકડીને સ્થળ પર લઈ જઈને જાહેરમાં ફટકાર્યા હતા.આ ઉપરાંત આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને નહીં કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.પકડાયેલા આરોપી પૈકી સાત આરોપીઓના મકાન ગેરકાયદેસર હોવાથી કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને આરોપીઓના ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here