Home અમદાવાદ અમદાવાદમાં વસ્ત્રાલ પછી આ વિસ્તારમાં લુખ્ખાઓને આતંક ! છરી બતાવી લોકોને ડરાવ્યા, જુઓ CCTV

અમદાવાદમાં વસ્ત્રાલ પછી આ વિસ્તારમાં લુખ્ખાઓને આતંક ! છરી બતાવી લોકોને ડરાવ્યા, જુઓ CCTV

0
અમદાવાદમાં વસ્ત્રાલ પછી આ વિસ્તારમાં લુખ્ખાઓને આતંક ! છરી બતાવી લોકોને ડરાવ્યા, જુઓ CCTV

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંકનો મામલો શાંત થયો નથી ત્યાં વાસણા વિસ્તારમાં વધુ એક અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. વાસણામાં શખ્સે છરી બતાવી લોકોને ડરાવ્યાના CCTV સામે આવ્યા છે. દૂધની દુકાનની બહાર રિક્ષામાં આવેલા શખ્સોએ છરી લઈને લોકોમાં ડરનો માહોલ ઉભો કર્યો હતો. આ અંગે વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વાસણામાં સ્વસ્તિક શોપિંગ સેન્ટર ખાતે ડેરી પાસે 12 માર્ચના રોજ સવારે 9 વાગ્યે એક શખ્સે છરી બતાવી લોકોંમાં ડરનો માહોલ ઉભો કર્યો હતો. ડેરી ધારકે રોક્યા તો અંગૂઠા પર છરીનો ઘા ઝીંકી દીધો હતો. જોકે, લોકો ભેગા થઈ જતા આ શખસો રિક્ષામાં બેસીને નાસી છૂટ્યા હતા. ફરિયાદીને કોઈને જાણ કરીશ તો મારી નાખવાની ધમકી આપી હતી. CCTV ફુટેજના આધારે વાસણા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં અસામાજિક તત્વોના ત્રાસ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વો શહેરના રસ્તાઓ પર બેફામ બનીને આતંક મચાવતા હોવાથી સામાન્ય લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આમ જોવા જઈએ તો અમદાવાદ શાંતિપ્રિય શહેર છે. પોલીસ સતત મહેનત કરી રહી છે તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો ત્રાસ ફેલાવીને શાંતિનો ભંગ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here