અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રા માટે અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણપણે સજ્જ છે. અમદાવાદ પોલીસ દ્વારા આજે રથયાત્રા બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ કરાયું છે. અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પગપાળા નીકળ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમ સાથે ફરીને તેમણે સુરક્ષાની સમીક્ષા કરી હતી. ત્યારે મુસ્લિમ ભાઈઓએ હાર પહેરાવી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યુ હતું. તો તેમના પર પુષ્પ ઉડાવવામાં આવ્યા હતા.
આ સમગ્ર યાત્રાની સુરક્ષા સુચારું રીતે થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ કાળજી પોલીસ તંત્ર અને ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લઈ રહ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે અને મંદિરના વ્યવસ્થાપન સમિતિ સાથે અનેક બેઠકો યોજી છે.પોલીસ સાથે સી.આર.પી. એફ., બી.એસ. એફ. ઉપરાંત બોડી વોરન કેમેરા અને ડ્રોન દ્વારા સમગ્ર યાત્રા પર બાજ નજર રાખવામાં આવશે.
રૂટ પર સુરક્ષાને લઈ કોઈ તૃટી જશે તો દૂર કરાશે. તેમજ ગૃહમંત્રીનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું છે.તેમજ ગુજરાતના ગૌરવ સમાન અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની યાત્રા હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ બન્યું છે.