અમદાવાદ : મંગળવારે મોડી રાત્રે કર્ણાવતી કલબની પાછળ રિંગરોડ જવાના રસ્તે એક જીપ ચાલકે બાઇકસવાર બે યુવાનોને ક્કર મારતા બંનેના મોત થયા હતા. કર્ણાવતી ક્લબ થી એસપી રિંગ રોડ તરફ જવાના રોડ પર થાર ગાડીના ચાલકે બાઈક પર સવાર બે યુવકોને ટક્કર મારતા ગંભીર રીતે પહેલા બન્ને યુવકોના ઘટના સ્થળ પર જ મૃત્યું થયા છે.
અમદાવાદ શહેરના કર્ણાવતી ક્લબની નજીક અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યા છે. કર્ણાવતી ક્લબ થી એસપી રિંગ રોડ તરફ જવાના રોડ પર થાર ગાડીના ચાલકે બાઈક પર સવાર બે યુવકોને ટક્કર મારતા ગંભીર રીતે પહેલા બન્ને યુવકોના ઘટના સ્થળ પર જ મૃત્યું થયા છે.
તો બીજી તરફ અકસ્માત બાદ તેમાં સવાર યુવકો ફરાર થઈ ગયા હતા. જોકે કેટલાક લોકોનું કહેવું છે કે, આ યુવકોએ ગાડીની નંબર પ્લેટ પણ ઉખાડીને લઈ ગયા છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.