અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થઇ રહ્યા છે. રથયાત્રાના ગણતરીના દિવસો અગાઉ જ તેઓને કોરોનાના હળવા લક્ષણ જણાતા તેઓએ કોવિડનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા મુખ્યમંત્રી પટેલની સંપર્કમાં આવેલા લોકોને સાવચેત રહેવા સૂચન કરવામા આવ્યું છે. હાલ CM ભૂપેન્દ્ર પટેલને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
મહત્વનું છે કે ગત સપ્તાહે જ મુખ્યસચિવ પંકજ કુમાર અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. સતત કોરોના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાય તેવું ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ પછી સુરત, વડોદરામાં કોરોના કેસ વધી રહ્યા છે. અમદાવામાં આજે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે.