અમદાવાદ : દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપીને એક વ્યક્તિ પાસેથી રૂ.1500 ની લાંચ લેતા નારોલ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ ACBની જાળમાં ફસાઈ ગયો હતો. આ કેસની વિગત મુજબ ફરીયાદી પહેલા દારૂનો ધંધો કરતાં હતા અને છેલ્લા ચારેક માસથી ફરીયાદી એ દારૂનો ધંધો બંધ કરી દીધો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ACB ની ફરિયાદ મુજબ નારોલ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ વનરાજસિંગ વી.વાળા ફરીયાદી પાસે રૂ.૨૫૦૦ ની માંગણી કરેલ અને જો ફરીયાદી પૈસા ના આપે તો દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી હતી. જેથી જે તે સમયે આરોપીએ વનરાજસિંહે રૂ.1000 ફરીયાદી પાસેથી લઈ લીધેલ અને બાકી રૂ.1500 તા. 28 માર્ચ 2025 આપવાનો વાયદો કર્યો હતો.
ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય, ફરીયાદીએ અમદાવાદ શહેર ACB પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી.જેને આધારે ACBની ટીમે નારોલમાં શાહવાડી રોડ, શ્યામ ઈન્ડસ્ટ્રી, ફરિયાદીની દુકાન પાસે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં ફરિયાદી પાસેથી રૂ.1500 ની લાંચ લેતા વનરાજસિંહ ઝડપાઈ ગયો હતો.
આ અગાઉ નારોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીનો વચેટીયા બાલકુષ્ણ મોહનભાઇ શર્મા લાંચના છટકા દરમિયાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી લાંચના છટકા દરમ્યાન ઝડપાયો હતો.