અમદાવાદ : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મોડી રાતે જોર જોરથી અવાજ આવી રહ્યો હતો અને કોઈ કારચાલક ઝઘડો કરી રહ્યો હોવાનું જાણ થતા આસપાસના લોકો ત્યાં જોવા ગયા હતા. તે દરમિયાન એક કારચાલકે ફૂલ સ્પીડે કાર હંકારી હાજર લોકોને ઉડાવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ થી ચાર લોકોને ઇજા થઇ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બાપુનગરમાં કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે,જેમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી કાર ચાલક ફરાર થઈ ગયો હતો રોડ પર લોકો ઉભા હતા તે દરમિયાન કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારી લોકોના જીવને જોખમમાં મૂકયા હતા,કાર ચાલકે મિત્રો સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ કાર લઈને નીકળ્યો હતો,આ અકસ્માતમાં 1 વ્યકિત ગંભીર રીતે અને અન્ય 2 વ્યકિતઓને સામાન્ય ઈજા પહોંચી હતી.ઇજાગ્રસ્તોને મોડી રાતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિકોનું કહેવું છે કે કાર એટલી સ્પીડમાં હતી કે,કારના ચાલકને કોઈ પકડી શકે તેમ ન હતુ,તો અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે,જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે,ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે,પરંતુ મહત્વની વાત તો એ છે કે આ સમગ્ર કેસમાં આરોપી હજી પણ પોલીસ પકડની બહાર છે.
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.