અમદાવાદ : શહેરમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા જાય છે. ભવિષ્યમાં પાણીની કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે પરકોટિંગ વેલ યોજના બનાવવામાં આવી છે.જે અંતર્ગત શહેરના વિવિધ વિવિધ વિસ્તારોમાં આવેલી 3957 સોસાયટીના સર્વેમાંથી 467 સોસાયટી દ્વારા અરજી કરવામાં આવી છે.કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ભૂગર્ભજળને ઊંચા લાવવા માટે દરેક સોસાયટીઓ અને ફ્લેટમાં પરકોલેટીંગ વેલ બનાવવા માટે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને અપીલ કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના વિવિધ વિવિધ વિસ્તારોમાં આવેલી 3957 સોસાયટીના સર્વેમાંથી 467 સોસાયટી દ્વારા અરજી કરવામાં આવી છે. 10 વેલનું કામ પૂર્ણ થયું છે જ્યારે 14નું કામ ચાલુ છે. 367 વેલનો અંદાજ મંજુર કરવામાં આવ્યો છે. જ્યારે 25નો અંદાજ મંજૂરીમાં છે. 148 સોસાયટીઓને ધારાસભ્ય, સાંસદ અને કોર્પોરેટરની ગ્રાન્ટ મળી છે. જેમાંથી પરકોલેટીંગ વેલ બનશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની જ બિલ્ડિંગમાં 1200 વેલ અને ખંભાતી કુવા બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જળ એજ જીવન છે તેને ધ્યાનમાં રાખીને વિવિધ સોસાયટીમાં પરકોલેટીંગ વેલ બનાવમાં આવે તેના માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ સોસાયટીના સેક્રેટરી અને ચેરમેનને પત્રો લખવામાં આવ્યા છે.
સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ખંભાતી કુવા અને પરકોલેટીંગ વેલને મહત્વ આપવામાં આવ્યું છે. સ્વર્ણિમ યોજના અંતર્ગત 20 ટકા સાંસદ, ધારાસભ્યો અને કોર્પોરેટરની ગ્રાન્ટ તથા 80 કોર્પોરેશનના બજેટને લઈને વેલ બનાવી આપવામાં આવશે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ જળને ઉંચા લાવવા માટે હાલમાં પરકોલેટીંગ વેલને મહત્વ આપવામાં આવી રહ્યું છે.