ગાંધીનગર : ગુજરાત પોલીસના ઈતિહાસનો સૌથી હાઈટેક પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસની PCR વાન પહેલા ગુજરાત પોલીસનું ડ્રોન પહોંચશે. DGP વિકાસ સહાય દ્વારા ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ઝઘડો, મારમારી સહિતના બનાવોમાં ડ્રોન કેમેરાથી ઘટનાનું રેકોર્ડિંગ કરવામાં આવશે. પોલીસની ટીમેને મેસેજ મળતા જ સ્થળ પર ડ્રોન કેમેરો પહોંચી જશે.
ગુજરાત પોલીસે પાયલોટ પ્રોજેક્ટ રજુ કર્યો છે. આ પ્રોજેક્ટનો હેતુ ગુનેગારોને ઝડપી ગુનાખોરી અટકાવવાનો છે. તેમજ PCR વાન પહોંચે તે પહેલા જ ‘અમોઘ’ ડ્રોન ગુનેગાર સુધી પહોંચી વળશે, તે હેતુથી પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ગુજરાત પોલીસ ડ્રોન રાજ્યના 4 મહાનગરોના સંવેદનશીલ વિસ્તારોનાં પોલીસ સ્ટેશનમાં આપશે. DGP દ્વારા ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસના ઉડતા અસ્ત્રથી હવે ગુનેગારો છટકી નહીં શકે.
છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અસમાજીક તત્વોનો ત્રાસ વધતો ગયો છે. નિર્દોષ પ્રજા તેનો વારંવાર ભોગ બનતી જોવા મળી છે, ઘણી વખત સરકારી મિલકતોને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે ગુનાખોરીને ડામવા પોલીસે હવે નવો પ્રયોગ અજમાવ્યો છે. ગુજરાતના ઈતિહાસમાં આવું પ્રથમ વાર હશે કે કે પોલીસ હવે ગુનેગારોને પકડવા ડ્રોનનો પ્રયોગ કરતી હોય. ‘અમોઘ’ ડ્રોનથી અસામાજિક તત્વોને હવે ભાગવાનો પણ મોકો નહીં મળે. PCR વાન પહોચે તે પહેલા પોલીસનું ડ્રોન પહોંચશે. પોલીસને મેસેજ મળતાં જ ડ્રોન સ્થળ પર પહોંચશે.
ચાર મહાનગરોના સંવેદનશીલ પોલીસ સ્ટેશનમાં ડ્રોન અપાશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના પોલીસ સ્ટેશનોમાં સર્વે કરાયો હતો. માત્ર 2થી 3 મિનિટમાં જ ઘટના સ્થળે ડ્રોન પહોંચશે. સંવેદનશીલ વિસ્તારોના લેન્ડમાર્ક પોઈન્ટ એડ કરાયા છે. 4 મહાનગરોના 33 પોલીસ સ્ટેશનોમાં ડ્રોન અપાશે અને ગુનાખોરી પર અંકુશ મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પ્રોજેક્ટનું અમલીકરણ થશે.