30.7 C
Gujarat
Saturday, June 21, 2025

એસટીએ AC વોલ્વો બસનું જાહેર કર્યું સાવ સસ્તું પેકેજ, સોમનાથ, નડાબેટ, વડનગર અને મોઢેરા માટે

Share

ગાંધીનગર : કુંભમેળાના ટુર પેકેજનું સફળતા પૂર્વક આયોજન કર્યા બાદ GSRTC અને ગુજરાત પ્રવાસન વિભાગે હવે ગુજરાતના મહત્વના પ્રવાસન સ્થળ એવા સોમનાથ, નડાબેટ, વડનગર અને મોઢેરા માટે પણ ખાસ ટુર પેકેજ તૈયાર કર્યા છે. એસટીની AC વોલ્વો બસમાં મુસાફરી કરી લોકો ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈ શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને સોમનાથ ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી રાજ્યના નાગરિકો-પ્રવાસીઓ માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શન તેમજ નડાબેટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ ટુર પેકેજની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે.

સોમનાથ દર્શન ટુર પેકેજ
તા.28મી એપ્રિલ-૨૦૨5થી રાણીપ, અમદાવાદથી નિયમિત ધોરણે સવારે ૬:૦૦ કલાકે અધ્યતન એ.સી. વોલ્વો બસ ઉપડી, બપોરે ૪:૦૦ કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે.

પેકેજ વિગત: બે દિવસ/એક રાત્રિનું પેકેજ, પ્રતિ વ્યક્તિ રૂ. 4 હજાર (સિંગલ શેરિંગ) અને રૂ. 7050(ડબલ શેરિંગ હોટેલ રૂમ સહિત).

સમાવેશ: GSRTCની અધ્યતન એ.સી. વોલ્વો બસમાં પ્રવાસ, હોટેલ રોકાણ, સોમનાથ ખાતે લાઈટ-સાઉન્ડ શો તેમજ સોમનાથ ખાતેના દર્શનિય સ્થળો મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિરની મુલાકાત. બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે કોમ્પ્લિમેન્ટરી પ્રસાદની સગવડ.

વધારાની સુવિધા: સોમનાથ ખાતે અગત્યના સ્થળોની જાણકારી માટે ગાઈડની વ્યવસ્થા.

નડાબેટ, વડનગર અને મોઢેરા ટુર પેકેજ (તા.૨૬મી એપ્રિલ ૨૦૨૫થી દર શનિવાર અને રવિવારે)

નડાબેટ સીમા દર્શન:
અમદાવાદથી સવારે 6:00 કલાકે ઉપડી, બપોરે 12:30 કલાકે નડાબેટ પહોંચશે.
ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. 1800.

વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્ય મંદિર:
અમદાવાદથી સવારે 9-00 કલાકે ઉપડી, 11-15 કલાકે વડનગર અને 5-30 વાગ્યે મોઢેરા પહોંચશે.
ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. 1100

સમાવેશ: નડાબેટ સીમા દર્શન, વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ, તાનારીરી, હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઈટ-સાઉન્ડ શોની મુલાકાત. ગાઈડની વ્યવસ્થા.

તમામ ટુર પેકેજમાં ભોજન (લંચ, બ્રેકફાસ્ટ, ચા-પાણી, ડિનર) અને અન્ય વ્યક્તિગત ખર્ચ પ્રવાસીએ જાતે ભોગવવાનો રહેશે.

વધુ માહિતી અને એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે GSRTCની વેબસાઈટ www.gsrtc.inની મુલાકાત લો. રાજ્ય સરકારના આ પ્રયાસથી પ્રવાસીઓને ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની દર્શન/મુલાકાતનો લાભ આરામદાયક અને ઇકોનોમી ભાવે મળશે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles