અમદાવાદ : અમદાવાદમાં ગઈકાલ રાત્રે બોડકદેવ સંદેશ ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલ BMW કારે નજીકથી પસાર થતી ઈકો કારને અડફેટે લેતાં ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા છે. BMW કાર ચાલક અને અન્ય એક યુવતી ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં સંદેશ પ્રેસ ચાર રસ્તા પર એક બેફામ આવી રહેલી BMW કાર ફુલ સ્પીડમાં આવી ત્યાંથી પાસ થઈ રહેલી Ecco કારને એવી તો ફંગોળી કે 300 થી 400 ફૂટ ઉડાડી દીવાલ તોડી નાખી અને અંદર બેઠેલા અને ડ્રાઈવરને બીજી બાજુના દરવાજામાંથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન BMWના ચાલક તેમજ એક યુવતી ફોન કરી બીજી ગાડી બોલાવી ત્યાંથી પલાયન થઈ ગયા હતા.અકસ્માત એટલો જોરદાર હતો કે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું, ટ્રાફિક જામ થઈ ગયો હતો.
બોડકદેવ પોલીસ કાફલા સહિત ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘાયલ વ્યક્તિને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ કારને ક્રેન દ્વારા ખસેડવામાં આવી હતી. ઈકો ચાલક સહિત 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યાં છે. અકસ્માત બાદ BMW કાર થાંભલા સાથે અથડાઈ હતી. BMW કાર સ્થળ પર મૂકી યુવક–યુવતી ફરાર થયા છે.
આ અકસ્માતમાં ઇકો કારમાં બેઠેલા આરીફ અને જીગ્નેશને સામાન્ય ઇજા પહોંચી હતી, જેથી બંનેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે BMW કારના ચાલક હેત પટેલ વિરુદ્ધ ગુનો નોધી તપાસ શરૂ કરી છે.