અમદાવાદ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં વીજળી મુદ્દે લોકો સાથે સંવાદ કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે વીજળી અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી આવવાની છે. વીજળી મુદ્દે મુશ્કેલી વેઠી રહેલા લોકોના પ્રશ્નઓ સાંભળ્યા. બાદમાં લોકોને સંબોધતા અરવિંદ કેજરીવાલએ ગુજરાતમાં પણ વીજળી મફત મળી શકે અને હું તેનું સમાધાન લઈ આવતા રવિવારે ફરી ગુજરાત આવવાની જાહેરાત કરી છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જનતાએ જએ લોકોને ચૂંટયા તે લોકો જલસા કરી રહ્યા છે. તેમનું વીજળી બિલ ઝીરો આવે છે. જ્યારે સામાન્ય જનતાને હજારો રૂપિયાનું વીજળી બિલ આવે છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલ સસ્તી વીજળી મુદ્દે અરવિંદ કેજરીવાલ સાથે વીજળી સંવાદ ચલી રહ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું હવે દર અઠવાડિયે ગુજરાત આવીશ.
લોકોએ કેજરીવાલ સાથે આ પ્રકારના સવાલ જવાબ કર્યા
-મહિનાનું બે હજાર લાઈટબીલ આવે છે, પાણીને ઉપર ચડાવવા મોટર વાપરવી પડે છે
-ગુજરાતમાં વીજળી ઉતપન્ન થાય છે છતાં મોંઘી છે, દિલ્લીમાં બહારથી લાવો છો તો પણ ફ્રી કઈ રીતે આપો છો
-સરકાર ખેડૂતોને 4 કલાક રાતે જ વીજળી આપે છે
-ખેતી માટે બે વર્ષથી લાઈટ માટે ધક્કા ખાઈ થાકી ગયો પરંતુ કનેક્શન ના મળ્યુ
-2016માં લાઈટનું બિલ 3500 આવતું હતું. હવે 10 હજાર આવે છે
-વીજળીનું બિલ મોંઘું આવે છે, ભ્રષ્ટાચાર ખુબ જ છે
-પંજાબ અને તેલંગાણામાં ફ્રી લાઈટ પાણી, ગુજરાતમાં 665 હોર્સ પાવર છે
-વીજળી માટે કનેક્શન માટે 1.5 લાખ અને બિલ 15000 ભરવું પડે છે
-અમદાવાદના સરખેજમાં સરકારી લાઈટ પણ નથી
-સોલાર પેનલ લગાવી પણ તેમાં બિલમાં ક્રેડિટના વધારાના પૈસા ટોરેન્ટ આપતી નથી
-લાઈટ કાપવાનો પણ 2000 રૂપિયા દંડ ભરવો પડે છે