અમદાવાદ : અમદાવાદમાં વધુ એક વખત હાઈ પ્રોફાઈલ જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરના અશ્વવિલા બંગલોમાં જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસે રેડ દરમિયાન જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી કોઇન પર જુગાર રમાડવામાં આવતો હતો.આ કાર્યવાહીથી શહેરમાં ચાલતી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર ફરી એકવાર પોલીસનો સપાટો બોલી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બોડકદેવ પોલીસને બાતમી મળી હતી કે સિંધુ ભવન રોડ પર આવેલા અશ્વવિલા નામના બંગલા નંબર-૧૮માં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની ટીમે મોડી રાત્રે અશ્વવિલા બંગલામાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.
પોલીસે જ્યારે બંગલામાં રેડ કરી ત્યારે અંદરના ભાગે જુગાર રમી રહેલા 11 જેટલા ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ જુગારધામ બંગલાના માલિક શેફુ ઉર્ફે સ્નેહ કુમારપાલ શાહ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. શેફુ ઉર્ફે સ્નેહ શાહ વ્યવસાયે ઓટોમોબાઈલ ગાડી લે-વેચનો વેપાર કરે છે. ચોંકાવનારી વાત એ છે કે જુગાર રમાડનાર શેફુ ઉર્ફે સ્નેહ શાહ વિરુદ્ધ અગાઉ પણ ક્રિકેટ સટ્ટાના કેસ થઈ ચૂક્યા છે.
પોલીસે જુગાર રમી રહેલા 11 જુગારીઓની ધરપકડ કરી હતી, જેમાં બંગલાના માલિકનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા જુગારીઓમાં વિવિધ ક્ષેત્રોના હાઈ પ્રોફાઈલ લોકો સામેલ છે, જેમના નામ અને વિગતો નીચે મુજબ છે:
પકડાયેલા આરોપીઓ…
શેફુ ઉર્ફે સ્નેહ કુમારપાળ શાહ, રહે. અશ્વવિલા બંગલો સિંધુભવન, વ્યવસાય – ઓટોમોબાઈલ ગાડી લે-વેચ.
નવીન સુરેશ રાઠી, રહે. ઉત્તમ બંગલો વસ્ત્રાપુર, વ્યવસાય – AU ફાઇનાન્સ મેનેજર
ભીમરાજ ભટ્ટ, રહે ભાવન પીજી સાઉથ બોપલ, વ્યવસાય – રસોઈયો
અમિત સુર રહે, માલાબા કાઉન્ટ્રી ચાંદખેડા, વ્યવસાય – આઈટી કંપની પ્રોજેક્ટ કામ કરે
હિરેન મિસ્ત્રી, રહે શિવનગર સોસાયટી, ચાણક્યપુરી, વ્યવસાય – બ્રોકર
અશોક પંચારિયા, રહે વૃંદાવન બંગલો થલતેજ, વ્યવસાય – જમીન લે-વેચ
રવિ ભાયલાણી, ફ્લોરેન્સ સ્કાય સિટી શેલા, વ્યવસાય – ખાંડનો વેપારી
ચિન્મય રાવલ, રહે ઓર્ચિડ હાર્મની એપલવુડ શેલા, વ્યવસાય – સીસીટીવી ઓપરેટિંગ સિસ્ટમ
શ્રેણિક શાહ, રહે સેરીનિટલ લેવિસ કેપિટલ, સાયન્સ સીટી રોડ, વ્યવસાય – રીયલ એસ્ટેટ બ્રોકર
મોહિત દેસાઈ, રહે તીર્થભૂમિ ફ્લેટ એલિસ બ્રિજ, વ્યવસાય – બિલ્ડર
અભિષેક ગાંધી, રહે સારાંશ ગ્રીન ફ્લેટ ધરણીધર દેરાસર, વ્યવસાય – ફાઇનાન્સ