અમદાવાદ : આજે ગેરકાયદે બાંગ્લાદેશી સામે કાર્યવાહીમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી પોલીસ તપાસ દરમિયાન 100થી વધારે ગેરકાયદે બાંગ્લાદેશી રહેતા હોવાનું સામે આવ્યું છે. આ આ તમામને ડિપોર્ટ કરવામાં આવશે. તેમજ 550થી વધારે લોકોના પાસપોર્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તેમના પોલીસ વિરીફિકેશનની પણ તપાસ કરવામાં આવશે. કેટલાક લોકો બે થી ત્રણ જગ્યાએથી ડિપોર્ટ થયા બાદ અમદાવાદ આવી ચંડોળા તળાવ આસપાસ વસી ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરૂ કરી છે કે જેમાં 150 થી વધારે લોકો પાસે બનાવટી પાન કાર્ડ અને આધારકાર્ડ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે 890 બાંગ્લાદેશીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ડિપોર્ટ કર્યા છતાં બાંગ્લાદેશીઓ પરત આવ્યાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે અગાઉ 51 ગેરકાયદે બાંગ્લાદેશીને ડિપોર્ટ કર્યા હતા. ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન થઈ રહ્યું છે. ગેરકાયદે રહેતા લોકો કેટલા સમયથી ક્યાં રહે છે. કેટલા સમય પહેલા આવ્યા તે તમામ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે સુરત અને અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા 1000 થી વધુ બાંગ્લાદેશીઓ સામે સરકારે મોટી કાર્યવાહી કરી છે અને તેમને અટકાયતમાં લીધા છે. હાલમાં પોલીસ ટીમ આ બધા લોકોના દસ્તાવેજો તપાસી રહી છે. અમદાવાદમાંથી 890 બાંગ્લાદેશીઓ ઝડપાયા, જયારે સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી, વડોદરામાંથી 500 બાંગ્લાદેશીઓ પકડાયા અને રાજકોટમાંથી 10 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે.